________________
વેરનો વિપાક
પહેલા થોડા દિવસ તો અગ્નિશર્માને નચાવીને-ખીજવીનેદોડાવીને ગુણસેને અને તેના સાથીઓએ વિનોદ મેળવ્યો. પણ એ વિનોદ જ્યારે જૂનો થયો ત્યારે અગ્નિશર્માને બીજી શી રીતે પીડવો એની તદબીરો શોધાવા લાગી.
४
એક જણે સૂચવ્યું : ‘‘આ શર્માને ગધેડા ઉપર બેસાડીને ગામમાં ફેરવ્યો હોય તો મજા પડે ! ગામના લોકો બિચારા એવો ખેલ કર્યો દિવસે જોવાના હતા ?''
બીજાએ ઉમેર્યું : “તો તો પછી શર્માને શણગારવા પડશે. માથું મુંડાવેલું છે એટલે એ તકલીફ તો નહિ લેવી પડે - પણ ગળામાં એક ફૂલહાર નાખવાની જવાબદારી મારા માથે.” એ માત્ર ફૂલહાર બોલ્યો, પણ એના મનમાં જૂના જોડા જ હતા, એ વાત સૌ સાનમાં સમજી ગયા.
પછી તો શૃંગારનો વિષય જેમ જેમ ચર્ચાતો ગયો, તેમ તેમ સૌએ અગ્નિશર્માના રૂપ-સૌંદર્યને શોભે તેવી દરખાસ્તો મૂકી. આખરે એ ઠરાવ પસાર થયો. ગુણસેને પણ એમાં ઉલ્લાસ દર્શાવ્યો.
અગ્નિશર્માના વરઘોડામાં બાળકોનાં ટોળાં જોડાયાં - મદભરી સવારી સાથે તૂટેલા સુપડાનું એક છત્ર અને ફૂટેલો ઢોલ પણ હાજર થઈ ગયો. વરઘોડો આખા ગામમાં ફર્યો. શર્માને એ વાત મુદલ ગોઠી નહિ, પણ જેના રાજ્યમાં રહેવું હોય તે રાજ્યનો યુવરાજ પોતે જ જ્યાં સંમતિ આપતો હોય - આગળ પડતો ભાગ લેતો હોય ત્યાં એક ગરીબ બ્રાહ્મણનું શું ગજું ?
ક્ષત્રિયોના વર્ચસ્વ, દીન-અલ્પારંભી બ્રાહ્મણત્વને, એ કાલે દાબી દીધું હતું. ક્ષત્રિય જ માનવીનો રક્ષણહાર હતો. બ્રાહ્મણ બહુ બહુ તો યજ્ઞ-યાગ કરાવે, મોટી દક્ષિણા દાન સ્વરૂપે સ્વીકારી વેદવિહિત ક્રિયાકાંડમાં પોતાનું જીવન વીતાવે એનામાં અન્યાયનો ખુલ્લો પ્રતિકાર કરવાની શક્તિ નહોતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org