________________
‘સરસ્વતીકંઠાભરણ-હરિભદ્ર કી જય !''
વૈયાકરણપ્રવણ ન્યાયવિદ્યાવિચક્ષણ હરિભદ્ર કી જય !'
“વાદિમતંગજ કેસરી-વિપ્રજન નરકેસરી હરિભદ્ર કી જય !'' શિબિકાને ફૂલના દડાની જેમ હીલોળતા વાહકો પણ જાણે મેવાડની કોઈ વિભૂતિને પોતાની કાંધ ઉપર સ્થાપીને લઈ જતા હોય એવો ઉલ્લાસ દાખવતા. નગરજનો શિબિકામાં બેઠેલા વિપ્રજન નરકેસરીને બે હાથ જોડી નમસ્કાર કરતા.
{
નવ
એક દિવસે અચાનક જ હરિભદ્રની દૃષ્ટિએ જિનદેવની પ્રતિમા ચડી. વૈભવ અને પ્રતિષ્ઠાનો જ્વર તો હરિભદ્રને ચડ્યો જ હતો. એ જિન-પ્રતિમા એમને કોઈ ભૂખથી રિબાતા રાંક જેવી લાગી. એમનાથી બોલી જવાયું :
वपुरेव तवाचष्टे स्पष्टं मिष्टान्नभोजनम् न हि कोटरसंस्थेऽग्नौ तरुर्भवति शाद्वलः ॥
તમારો દેહ જ મિષ્ટાન્ન પ્રત્યેનું મમત્વ બતાવે છે. જે ઝાડના થડમાં દેવતા ભર્યો હોય તે કંઈ થોડું જ ફૂલીફાલી શકે ?
પણ એ વિપ્રજન નરકેસરીનો મદ-જ્વર થોડા દિવસમાં જ ઊતરી ગયો. વખત આવ્યે જિનદેવનું વીતરાગત્વ એમને સમજાયું. જ્યાં ભૂખનો ભાસ થતો હતો, ત્યાં વસ્તુતઃ વીતરાગતા જ હતી. માત્ર દૃષ્ટિદોષને લીધે જ એ નહોતી સમજાઈ, એમ એમણે કબૂલ કર્યું.
હરિભદ્ર જેવા રાજમાન્ય પુરોહિતના જીવનમાં આ પ્રકારનો પલટો અચાનક શી રીતે આવ્યો ? જે હરિભદ્ર શાસ્ત્રાર્થ કરવા અને પ્રતિવાદીને પરાજિત કરવા સતત કટિબદ્ધ રહેતા, એમના અંતરનાં બારણાં એક જ ટકોરે કોણે ઉઘાડી નાંખ્યાં ?
એ હતા માતૃસ્વરૂપી એક આર્યા-મહત્તરા. હરિભદ્રે પોતે પોતાના પ્રત્યેક ગ્રંથમાં આ યાકિની મહત્તરાનું ભક્તિભાવ સાથે સ્મરણ કર્યું છે, પોતાને યાકિની મહત્તરાના પુત્ર તરીકે ઓળખાવવામાં ગૌરવ માન્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org