________________
દસ
બન્યું એવું કે રાજપુરોહિત હરિભદ્ર એકવાર પગે ચાલીને જતા હતા. રસ્તામાં એક ઠેકાણે કોઈ શ્લોક ગોખતું હોય એવો અવાજ આવ્યો. અવાજ નારીકંઠનો હતો. બરાબર ધ્યાનપૂર્વક એ શ્લોક સાંભળવાનો, એનો અર્થ બેસાડવાનો હરિભદ્ર પ્રયત્ન કર્યો. પણ બરાબર સમજણ ન પડી. હરિભદ્ર એમ માનતા કે શાસ્ત્ર-સાહિત્યનો કોઈપણ શ્લોક પોતે ન સમજી શકે એવું ન બને, છતાં પોતાને એમ લાગે કે પોતે ન સમજ્યા તો પોતાની એટલી અપૂર્ણતા કબૂલીને સામાના શિષ્ય બની જાય.
હરિભદ્ર જ્યાંથી અવાજ આવતો હતો ત્યાં ગયા. એ પ્રૌઢ માતા – જેણે સ્વચ્છ, શ્વેત વસ્ત્રો પહેર્યા હતાં, જેની વાણી અને દૃષ્ટિમાંથી પણ અહિંસાને સ્વાભાવિક એવી વત્સલતા-વિશ્વપ્રીતિ વરસતી હતી, તેની સામે જોઈને હરિભદ્રનું હૃદય દ્રવી પડ્યું :
“માતા ! આપ શું ગોખો છો ? કંઈ સમજાતું નથી !' આર્યા-માતાએ ફરી એ જ શ્લોક કહી સંભળાવ્યો : चक्की दुगं हरि पणगं, पणगं चक्कीणं केसवो चक्की केसव चक्की केसव दुचक्की केसव चक्की य - (પ્રથમ બે ચક્રવર્તીઓ થયા, પછી પાંચ વાસુદેવ, પછી પાંચ ચક્રીઓ તે પછી એક વાસુદેવ ને એક ચક્રી. તે પછી કેશવ અને ચક્રવર્તી, પછી કેશવ અને બે ચક્રવર્તી, પછી કેશવ અને છેલ્લા ચક્રવર્તી થયા.)
વધુ સ્પષ્ટીકરણ કરવાની વિનંતી કરી, એટલે સાધ્વીજીએ કહ્યું : અમને જિનાગમોનો અભ્યાસ કરવાની છૂટ છે, પણ તે વિશે વિવેચન કરવાનો અધિકાર નથી. તમારી ઇચ્છા હોય તો હું તમને મારા ગુરુદેવ સમીપે લઈ જાઉં.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org