Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
પ્રસ્તાવના
xiii
(ix) સિદ્ધહેમ વ્યાકરણમાં ‘અનવા નામી ૧.૨.૬’ સૂત્રથી રૂ થી માઁ સુધીના સ્વરોને નામિસંજ્ઞા કરી છે. તે સૂત્રનાં બૃ. ન્યાસમાં પહેલા સૂત્રના પદો વચ્ચે વચનભેદ કરવાનું પ્રયોજન બતાવ્યું કે ‘કાર્ય કરતા કાર્યો સ્વર જો ન્યૂન હોય તો જ નામીસંજ્ઞા થાય છે’ ત્યારબાદ આગળ સંધ્યક્ષરોને લઇને ઊભી થયેલી શંકાઓનું નિરાકરણ કરી કલિકાલસર્વજ્ઞશ્રીએ એક વિશિષ્ટ સમાધાનાન્તર આપ્યું છે કે ‘વિદ્યમાનમ્ અવર્ણમ્ યેષુ તે = અનવર્ષા:' આ સમાસવિગ્રહ મુજબ સંધ્યક્ષરોને નામિસંજ્ઞક ગણવા નહીં. –પે સંધ્યક્ષરો ઞ + રૂ ને લઇને બન્યા છે તથા – સંધ્યક્ષરો ઞ + ૩ ને લઇને બન્યા છે, તેથી તેમનામાં ૪ વર્ણ વિદ્યમાન છે.
હવે પ્રશ્ન થાય કે ‘જો સંધ્યક્ષરોને નામિસંજ્ઞા ન થાય તો નામ્યન્તસ્થા૦ ૨.રૂ.' વિગેરે સૂત્રો કે જેમાં સંધ્યક્ષરોને લઇને પણ સ્ નો વ્ આદેશાદિ કાર્યો કરવાના છે, તેમાં સંધ્યક્ષરોનો સંગ્રહ શી રીતે થશે ?', પરંતુ આના સમાધાનમાં કલિકાલસર્વજ્ઞશ્રીએ તે સૂત્રોને ઘટાવી સંધ્યક્ષરોનો સંગ્રહ કરી બતાવ્યો છે, જેમાં તેમની અજોડ પ્રતિભાના દર્શન થાય છે. જેમકે ‘નામ્યન્તસ્થા૦ ૨.રૂ.' સૂત્રમાં નામ્યન્તા પદની આવૃત્તિ કરવી. તેમાંના પહેલા નામ્યન્તસ્થા પદથી નામી સ્વરો અને અન્તસ્થાનું ગ્રહણ કરવું અને બીજા નામ્યન્તસ્યા પદનો ‘મિનોઽન્ને તિન્તિ’ આમ વિગ્રહ કરવો. જેથી -તે સંધ્યક્ષરોમાં રૂ નામી સ્વર અને ઓ–ઓ સંધ્યાક્ષરોમાં ૩ નામી સ્વર અંતે રહેલો હોવાથી તેમનો સંગ્રહ થઇ જશે. એવી રીતે ‘ન નાન્યેવરાત્॰ રૂ.૨.૧’સૂત્રમાં પણ આવૃત્તિ કરી નાયેવરાત્ પદનો ‘નામી વેશેન સ્વરો સ્મિન્' આ રીતે વિગ્રહ કરવો. સંધ્યાક્ષરોમાં બે સ્વર પૈકીનો એક સ્વર નામીરૂપ હોવાથી આ વિગ્રહ મુજબ તેમનો સંગ્રહ થઇ જશે. આમ હજુ એક સ્થળે બુ. ન્યાસમાં ઘટમાનતા કરી બતાવી ‘અન્યત્ર આ રીતે સમજી લેવું’ તેમ કહ્યું છે. હજું પણ સિદ્ધહેમ વ્યાકરણમાં આવી કેટલીય લાઘવાદિ વિશેષતાઓ છે, જેનું વર્ણન લખવા બેસીએ તો એક પુસ્તક ભરાય.
ų
ખરેખર વ્યાકરણ એક દરિયો છે, જેમાંથી મૂલ્યવાન પદાર્થો રૂપી રત્નોની પ્રાપ્તિ થાય. પ્રભુની કૃપાથી જો સારો ક્ષયોપશમ પ્રાપ્ત થયો હોય તો વ્યાકરણ અવશ્ય ભણવા જેવું છે. ધન્ય છે કલિકાલસર્વજ્ઞશ્રીને જેમણે આપણને આ અભૂતપૂર્વ વ્યાકરણગ્રન્થની ભેટ ધરી છે. ઉપકાર છે પૂર્વ મહર્ષિઓનો જેમના ગ્રન્થોના અધ્યયનથી અમને જૈનશાસનનો યત્કિંચિત્ પણ માર્ગસ્થબોધ પ્રાપ્ત થયો છે. અમેઋણી છીએ અમારા ગુરુભગવંત પ.પૂ. પંન્યાસપ્રવર શ્રીયુગપ્રભવિજયજી મ.સા. ના, જેમની છત્રછાયામાં અમારા સંયમજીવનનો નિર્વિઘ્ને નિર્વાહ થઇ રહ્યો છે. જેમની પાસે અમારો સિદ્ધહેમ વ્યાકરણનો તૃતીય અધ્યાય દ્વિતીય પાદ પર્યંતનો અભ્યાસ થયો છે એવા વ્યાકરણ, કર્મગ્રન્થ, તત્ત્વાર્થાદિ અનેક વિષયોમાં નિષ્ણાત પંડિતવર્ય શ્રી રાજુભાઇ સંઘવી(ડીસા)નું પણ અમે સ્મરણ કરીએ છીએ. ન્યાયસંગ્રહકાર પ.પૂ. હેમહંસગણીજી, ન્યાસાનુસંધાનકાર ૫.પૂ. લાવણ્યસૂરિજી, પાણિનિ ઋષિ, શર્વવર્મ, પતંજલિ, ભર્તૃહરિ, કૈયટ, વામન-જયાદિત્ય, જિનેન્દ્રબુદ્ધિ, હરદત્ત, નાગેશ ભટ્ટ આદિ અનેક વૈયાકરણોના ગ્રન્થ પણ આ વિવરણમાં ઉપયોગી થયા હોવાથી તેમને પણ યાદ કરી વિરમીએ છીએ.
મુનિ સંયમપ્રભવિજય મુનિ પ્રશમપ્રભવિજય