Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Author(s): Hemchandracharya, Sanyamprabhvijay, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
Xii
પ્રસ્તાવના એમ શી રીતે સ્થાનિકાવ માની શકાય? કેમકે વ્યાકરણ તો પદસંસ્કાર માટે (પદની નિષ્પત્તિ માટે) છે. તેથી 7: વિગેરે પદ બીજા પદને નિરપેક્ષપગે જ નિષ્પન્ન કરાય છે. આદેશન પામેલા સ્વરની પૂર્વે જો કોઈ કાર્ય વર્તતો હોયતો તેને લગતી વિધિમાં આદેશ પામેલ સ્વરનો પુનઃ સ્થાનિવદ્વાન મનાય. પરંતુ આવી વાત પદસંસ્કારપક્ષે સંભવતી નથી. કેમકે આ પક્ષે મ ધાતુ ઉપરથીd: પદ નિષ્પન્ન કરતીવેળાએ આ બીજ પદની વિદ્યમાનતા (તેની સાપેક્ષતા) મનાતી નથી.
શુંઆરાજશાસન (સાર્વત્રિક વાતો છે કે પદસંસ્કાર પૂરતો જ વ્યાકરણનો ઉપયોગ થાય? કે શાસ્ત્રકારશ્રીનો આ અભિપ્રાય છે ? એવું જો તમે પૂછો તો એવું નથી. શાસ્ત્રકારે પુખ ઉપપદ (સમીપવર્તી પદ) ને સમાનાધિકરણ સ્થાનીને મધ્યમપુરુષ થાય છે” આમ ગુખ ઉપપદને સાપેક્ષ ધાતુને મધ્યમપુરુષના પ્રત્યયનું વિધાન કર્યું હોવાથી વાક્યસંસ્કારપક્ષને લઈને પણ વ્યાકરણશાસ્ત્ર પ્રવર્તે છે એમ સૂચવ્યું છે.
બસ ! તો વાક્યસંસ્કારપક્ષે પ્રસ્તુતમાં વિગેરે પદને પહેલેથી જ સ્થાપીને તેને સાપેક્ષપણે ન ધાતુ ઉપરથી સ્ત: પદની નિષ્પત્તિ કરવામાં આવતી હોવાથી આદેશન પામેલા નાગ સ્વરની પૂર્વેની પ્રાપ્ત થાય છે, તેથી તેને લગતી ના આદેશ થવા રૂપ વિધિમાંd: સ્થળે લોપાયેલા ગણનાગ નો સ્થાનિવદ્વાવ પ્રાપ્ત થાય છે. આથી તેનો અહીંનિષેધ કહેવામાં આવે છે.
અહીં જોવાનું એ છે કે ઉપર પ્રશ્ન કર્યો છે કે શું આરાજાશા છે કે વ્યાકરણ પદસંસ્કારપક્ષ મુજબ જ ચાલે છે?' ત્યારે તેના જવાબમાં જણાવ્યું છે કે વ્યાકરણ વાક્યસંસ્કારપક્ષને લઈને પણ ચાલે છે. અર્થાત્ ફલિત એ થયું કે વ્યાકરણ યથાવસર બન્ને પક્ષને લઈને ચાલે છે. આ પંક્તિ પાણિનિ વ્યાકરણની કાશિકા ટીકા ઉપરના જિનેન્દ્રબુદ્ધિન્યાસની હોવાથી સ્પષ્ટ થાય છે કે પાણિનિવ્યાકરણફક્તવાક્યસંસ્કારપક્ષ મુજબ જ નથી ચાલતું, પણ બન્ને પક્ષ મુજબ ચાલે છે.
એવી રીતે સિદ્ધહેમ વ્યાકરણના ત્રિા ત્રિખ્ય-પુષ્યત્ર રૂ.રૂ.૧૭' સૂત્રથી અન્યપદ પુખ પદ અને બ૬ પદને સાપેક્ષપણે જ ધાતુને ક્રમશઃ તિ આદિ, સિઆદિ અને મિ આદિ ત્રણ-ત્રણ પ્રત્યય થાય છે તેવું જણાતું હોવાથી સિદ્ધહેમ વ્યાકરણ પણ ફક્ત પદસંસ્કારપક્ષને જસ્વીકારે છે તેવી વાત ન રહી. અહીંતે વાક્યસંસ્કારપક્ષ મુજબ ચાલ્યું છે. માટે પં. વસંતભાઇ ભટ્ટની વાત સત્યથી વેગળી છે.
આવિષયમાં વસંતભાઇનું લખાણ મૂકી વ્યાકરણમહાભાષ્ય, પરિભાષન્દુશેખર, જિનેન્દ્રબુદ્ધિન્યાસ આદિના અન્ય પાઠો આપીને વિસ્તારથી સમીક્ષા અમારા પ્રથમ અધ્યાય ચતુર્થપાદના વિવરણની પ્રસ્તાવનામાં કરી છે. એ સિવાય વસંતભાઇએ સિદ્ધહેમ વ્યાકરણની બીજી જે પાંચ ક્ષતિઓ બતાવી છે, તેનું પણ પરિમાર્જન ત્યાં કરવામાં આવ્યું છે. જિજ્ઞાસુઓએ તે ત્યાંથી જોવું.