________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧ર. ત્રિભુવનમાં તીરથ સવે, તેહમાં મેટે એ તે તીર્થેશ્વર પ્રણમિયે મહાતીરથ જસ રેહ. ૯૬ આદિ અંત નહિ જેહને, કોઈ કાલે ન વિલાય; તે તીર્થેધર પ્રમિયે, શાશ્વતગિરિ કહેવાય. ૯૭ ભદ્ર ભલા જે ગિરિવરે, આવ્યા હોય અપાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, નામ સુભદ્ર સંભાર. ૯૮ વિય વધે શુભ સાધુને, પામી તીરથ ભક્તિ; તે તીર્થેશ્વર પ્રણમિયે નામે જે દશક્તિ ૯૯ શિવગતિ સાધે જે ગિરિ, તે માટે અભિધાન; તે તીર્થેશ્વર પ્રણમિયે, મુક્તિનિલય ગુણખાણ. ૧૦૦ ચંદ સૂરજ સમતિ ધરા, સેવ કરે શુભચિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, પુષ્પદંત વિદિત. ૧૦૧ ભિન્ન રહે ભવજલ થકી, જે ગિરિ લહે નિવાસ; તે તીર્થેશ્વર પ્રણમિયે, મહાપદ્મ સુવિલાસ. ૧૦૨ ભૂમિધરી જે ગિરિવરે, ઉદધિ ન લોપે લહ; તે તીર્થેશ્વર પ્રણયે, પૃથિવીપીઠ અને હ. ૧૦૩
For Private and Personal Use Only