________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૪૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'
શ્રી સિદ્ધાચલ-મહાતીર્થાદિ સ્તવનાવલી. છઠ્ઠો—વિભાગ.
શ્રી જિનપૂજાની સાત શુદ્ધિ, શ્રી જિનન્દિરમાં પ્રવેશ કરવાની વિધિ, અનન્ત ઉપકારી શ્રી જિનેશ્વરદેવાની અષ્ટપ્રકારી પૂજા કરવાના ક્રમ અને પૂજા કરતાં ખેલવાના દુહા, સ્નાત્ર-પૂજા, શાંતિકલશ, દેવવન્દન-વિાધ અને સ્તુતિઓના જોડા વિગેરે.
★
*
શ્રી જિનપૂજાની સાત શુદ્ધિ.
શ્રાવકાએ રાજ શ્રી જિનેશ્વરદેવાની દ્રવ્યથી. અને ભાવથી-એમ ઉભય પ્રકારે પૂજા કરવી જોઇએ. અષ્ટ પ્રકારી પૂજા એ દ્રવ્ય-પૂજા છે અને તેના કરનારે સાત પ્રકારની શુદ્ધિ જાળવવામાં પણ ઉપયાગવાળા બનવું જોઇ એ. એને માટે ચોસઠ પ્રકારી પૂજામાં કહ્યું છે કે
'
For Private and Personal Use Only