________________
મદ્રિત ટીકામાં ચિરંતન ટીકાનો ઉલ્લેખ છે એટલે એકથી વધુ ટીકાઓ રચાઈ હશે.
આ. દેવસૂરિએ સિદ્ધપ્રાભૃત ઉપર વૃત્તિ રચ્યોના ઉલ્લેખ આ. રત્નશેખરસૂરિએ શ્રાદ્ધપ્રતિક્રમણવૃત્તિ પૃ. ૮ માં કર્યો છે. (જુઓ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ પારા-૫૮૩) .
મુનિશ્રી પાર્શ્વરત્ન સાગરજીએ આ ગ્રંથની ગાથાઓની સંસ્કૃત છાયા કરી છે ને અંતે ગ્રંથ અને ટીકાનો ગુજરાતી અનુવાદ કરી ગુજરાતી ભાષા વાચકો ઉપર ઉપકાર કર્યો છે.
આ ગ્રંથના પ્રફો સા. વિનયપૂર્ણાશ્રી, સા. ભક્તિધરાશ્રી, સા. સિદ્ધિયશાશ્રી વગેરેએ શ્રુતભક્તિથી પ્રેરાઈને જોઈ આપ્યા છે. અનુમોદના.
નંદિસૂત્રની ટીકામાં આ. મલયગિરિસૂરિજીએ સિદ્ધપ્રાભૃત અને તેની ટીકાના આધારે સિદ્ધનું સ્વરૂપ વર્ણવ્યું છે. વર્ણનના અંતે તેઓશ્રીએ જણાવ્યું છે કે- “સિદ્ધ મૃતકૂવૅ તર્જ વોઝીવ્ય મતરિ ! सिद्धस्वरूपमेतन्निरवोचच्छिष्यबुद्धिहितः ॥" ।
નંદીસૂત્રની ટીકામાં અનેક સ્થળે સિદ્ધપ્રાભૂતની ગાથાઓ અને તેની ટીકાના પાઠો સાક્ષી તરીકે અપાયા છે. સા. વિનયપૂર્ણાશ્રીએ આ બધા સંદર્ભો પ્રસ્તુત સિદ્ધપ્રાભૂત અને તેની ટીકા જોડે મેળવી પાઠભેદો નોંધ્યા હતા. મોટાભાગના પાઠભેદો પ્રાકૃત ભાષામાં આવતાં વ્યંજન-સ્વરના ફેરફારવાળા હતા. કોઈક ઉપયોગી જણાયા તે ટિપ્પણમાં આપ્યા પણ છે. પાટણની સિદ્ધપ્રાભૂત સટીકની હસ્તલિખિત પ્રતની ઝેરોક્ષના આધારે પાઠભેદો પણ સા. વિનયપૂર્ણાશ્રીએ નોંધ્યા હતા. એના આધારે ક્યાંક મૂળમાં પાઠપરિવર્તન કર્યું છે.
અધિકારી જિજ્ઞાસુઓ આ ગ્રંથનું અધ્યયન કરી સિદ્ધિસુખના ભોક્તા બને એજ મંગલ કામના.