________________
१४
ઉપર વિસ્તૃત ટીકા હશે. કેમ કે સંનિકર્ષના વિશેષવિવેચન માટે સિદ્ધપ્રાભૃત ટીકા જોવા ભલામણ કરી છે. ગ્રંથગૌરવના ભયથી પોતે જણાવતા નથી એમ મલયગિરિસૂરિ મહારાજે જણાવ્યું છે.
મનભેદો બાબત પં. હિરાલાલ લખે છે કે
"एक दो उल्लेख कुछ महत्त्वपूर्ण मतभेदों के लिए हुए भी देखने को मिल रहे है, पर उन्हें यहाँ जानुबुझकर छोड़ रहा हूं, क्योंकि ये उल्लेख स्वयं एक स्वतंत्र लेखके विषय है, जिन पर कभी लिखुंगा।"
અહીં જે પ્રગટ થઈ રહ્યો છે તે સિદ્ધપ્રાકૃત' ૧૧૯ ગાથાનો છે. જો કે એક ગાથા કદાચ લુપ્ત થઈ હોય.
છેલ્લી ૧૧૯મી ગાથામાં જેસલમેરના કેટલોગમાં સિદ્ધપ્રાભૃતમાં ૧૨૧ ગાથા હોવાનું બે-ત્રણ પ્રતોમાં નોંધ છે.
વીત્યુત્તર નાથાવંધેળ પુદ્ગનિસંવં.. એ પ્રમાણે ૧૨૦ ગાથાત્મક આ ગ્રંથ પૂર્વનિણંદ છે એવું સ્પષ્ટ જણાવ્યું છે.
આ ગ્રંથમાં સિદ્ધભગવંતોનું જે વિવિધ રીતે વર્ણન છે તે વિગત વિષયાનુક્રમમાં આપવામાં આવી છે.
જિન રત્નકોશમાં આ સિદ્ધપાહુડ' ગ્રંથ ઉપર રચાયેલી ટીકાઓની વિગત આ પ્રમાણે મળે છે.
૧. ટીકા સનમુવનેશ.. થી શરૂ થતી (પ્રસ્તુત મુદ્રિત ટીકા આ જ છે.) ૨. હરિભદ્ર (?) કૃત ટીકા જેસલમેર નં. ૭૨૨
૩. આ. મલયગિરિસૂરિ કૃત ટીકા જુઓ અનેકાંત વોલ્યુમ | પૃ. ૫૪૯. (આ. મલયગિરિસૂરિજીએ નંદિસૂત્ર ઉપરની ટીકામાં સિદ્ધપાહુડની અનેક ગાથાઓ સાક્ષી તરીકે ટાંકી છે. સિદ્ધપ્રાભૃત ટીકામાંથી પણ અવતરણો આવ્યા છે. આ મલયગિરિસૂરિએ ટીકા રચી હોય એવું અમારા ધ્યાનમાં આવ્યું નથી. અનેકાંતના લેખમાંથી પણ આવું ફલિત થતું નથી.)
૪. પ્રાકૃત ટીકા આ. મલયગિરિએ અવતરણ આપ્યા છે તે જુઓ અનેકાંત ૨ પૃ. ૫૪૯.