________________
१२
સિદ્ધસેનદિવાકરસૂરિ જેવાએ જે “યોનિપાહુડ'ના આધારે અશ્વોનું સૈન્ય તૈયાર કરેલ, નિશીથચૂર્ણિ) પ્રભાવકચરિત્રમાં પ્રસંગ આવે છે- “યોનિપ્રાભૃત'નું રાત્રે અધ્યયન ગુરુ મ. કરાવતા હતા. તેમાંની મત્સ્યની ઉત્પત્તિ કરવાને લગતા ચૂર્ણની વિગત કોઈ માછીમાર જાણી ગયો. આચાર્ય મને ખબર પડતાં એને અટકાવ્યો. વગેરે. ચૂર્ણથી સિંહની ઉત્પત્તિની વાત પણ ત્યાં છે.
કાપડિયા જણાવે છે કે– ભાંડારકરમાં ઉપલબ્ધ “યોનિપાહુડમાં આવી બધી વિગતો નથી. (પ્રાયઃ આ.પ્ર. પુણ્યવિજય મ.સા.એ આની પ્રતિલિપિ કરાવી છે.)
નિમિત્તપાહુડ આ. ભદ્રેશ્વરસૂરિ “કહાવલીમાં જણાવે છે કે- જેમાં કેવલી, જ્યોતિષ, સ્વપ્નાદિ નિમિત્ત જણાવવામાં આવે તે નિમિત્તપ્રાભૃત શ્રીભદ્રબાહુ સ્વામિ અને શ્રીકાલકાચાર્ય વગેરેને આ “નિમિત્તપ્રાભૂતનું જ્ઞાન હતું. ગોશાળો પણ નિમિત્તકથનમાં કુશળ હતો એવું ભગવતી સૂત્રમાં જણાવ્યું છે.
સૂત્રકૃતાંગ ટીકામાં જણાવ્યું છે કે નિમિત્તશાસ્ત્રનું પ્રમાણ ૧૩૦૦ શ્લોક પ્રમાણ, તેની વૃત્તિનું પ્રમાણ ૧૩ હજાર અને તેની પરિભાષાનું પ્રમાણ ૧૩ લાખ શ્લોક જેટલું હતું.
આ. ભદ્રેશ્વરસૂરિ “કહાવલીમાં જણાવે છે કે- વારાણસી નિવાસી વાસુકિ શ્રાવક પાસેથી યાકિની મહત્તરાસુનુ આ. હરિભદ્રસૂરિજીને વર્ગ કેવલી નામનો ગ્રંથ મળ્યો હતો. આચાર્યશ્રીએ તેની વૃત્તિ પણ રચેલી. એમાં જણાવ્યા પ્રમાણે વાતો સાચી પડતી હતી. પણ, દુઃષમકાલમાં આવા રહસ્યગ્રંથોના સ્પષ્ટવિવરણની જરૂર નથી એમ સંઘના આગેવાનોની વિનંતીથી વૃત્તિનો લોપ કરાવ્યો હતો.
કહાવલીમાં આ. પાદલિપ્તસૂરિએ ચૂડામણિ જાતક વગેરે ગ્રંથ દ્વારા મૃત્યુસમય જાણી અણસણ કર્યાનો ઉલ્લેખ પણ છે.