________________
१०
ત્રીજા પૂર્વગતશ્રુતના ૧૪ ભેદ છે. તે ૧૪ પૂર્વમાં બીજું આગ્રણીય નામનું પૂર્વ છે. આમાં સર્વદ્રવ્યો પર્યાયો અને જીવોનું અગ્ર એટલે કે પરિમાણ બતાવ્યું છે માટે આનું આગ્રયણીય નામ પડ્યું છે. આ પૂર્વમાં ૯૬ લાખ પદો, ૧૪ વસ્તુઓ અને ૧૨ ચૂલિકાઓ હતી.
વિવક્ષિત વિષયનું વર્ણન જેટલા ભાગમાં પૂરું થાય તે ભાગ કે આલાવો તે પદ કહેવાય છે.
પૂર્વનો શ્રુતસ્કંધ જેવો મોટો વિભાગ તે વસ્તુ. તેના પ્રામૃત, પ્રાકૃતપ્રામૃત, પ્રાકૃતિકા, પ્રાકૃતિકાપ્રાકૃતિકા, અધ્યયન, ઉદ્દેશ એ પ્રમાણે ક્રમશઃ નાના નાના પ્રતિવિભાગો હોય છે.
(જુઓ તત્ત્વાર્થસૂત્ર (૧/૨૦)ની આ સિદ્ધસેનસૂરિષ્કૃત ટીકા રૃ. ૯૪) ‘કર્મપ્રકૃતિ’નો ઉદ્ધાર આ શિવશર્મસૂરિએ ‘ચ્યવનલબ્ધિપ્રામૃત'માંથી
કર્યો છે.
સિદ્ધપ્રાકૃત અને સંસક્તનિયુક્તિનો ઉદ્ધાર અગ્રાયણીય પૂર્વમાંથી થયો છે.
આ. જિનપ્રભસૂરિ વિવિધતીર્થકલ્પમાં જણાવે છે કે— શ્રીભદ્રબાહુસ્વામિએ કલ્પપ્રાભૂતમાંથી શ્રીશત્રુંજયકલ્પનો ઉદ્ધાર કર્યો. કુમારપાલપ્રબંધમાં જણાવ્યું છે કે— વિદ્યાપ્રાભૂતમાં શત્રુંજયના એકવીસ નામોનું વર્ણન હતું.
સ્વરપ્રાભૂતમાં સ્વરો અને અલંકારોનું વર્ણન હતું.
નાટ્યવિધિ પ્રાભૃતમાં નાટ્યોનું વર્ણન હતું.
આ. સિદ્ધસેનસૂરિ મ. તત્ત્વાર્થસૂત્ર (૨/૨૮)ની ટીકામાં જણાવે છે કે નિરુક્તપ્રામૃત મુજબ પુદ્ગલસ્કંધ વધે છે અને ઘટે છે.
નમોડસ્તુ વર્ધમાનાય ... અને વિશાલલોચનદલં પૂર્વમાંથી ઉધૃત છે.