________________
११
દિગંબર જૈનોના મતે કષાયપ્રાભૂત અને મહાકર્મપ્રકૃતિપ્રામૃતનો ઉદ્ધાર અનુક્રમે પાંચમા અને બીજા પૂર્વમાંથી થયો છે. કુંદકુંદાચાર્યે ૮૪ પ્રામૃત બનાવેલા તેમાંથી અત્યારે આઠ ઉપલબ્ધ છે એવું પણ દિગંબરો માને છે.
શ્રી હિરાલાલ કાપડિયાએ વિવિધ ઉલ્લેખોના આધારે આ પ્રમાણે ૧૪ ‘પાહુડ’ની નોંધ આપી છે.
૧ આયારપાહુડ, ૨ કપ્પપાહુડ, ૩ કમ્મપયડીપાહુડ, ૪ જયપાહુડ, ૫ જોણીપાહુડ, ૬ દુક્ખમ પાહુડ, ૭ નાડ્યવિહિપાહુડ, ૮ નિમિત્તપાહુડ, ૯ પઇઢાપાહુડ, ૧૦ વિજ્જાપાહુડ, ૧૧ વિન્નાણપાહુડ, ૧૨ સદ્ઘપાહુડ, ૧૩ સરપાહુડ, ૧૪ સિદ્ઘપાહુડ.
નિર્વાણકલિકાના પ્રારંભમાં શ્રી ભદ્રબાહુસ્વામિના સમયમાં પાહુડોની રચના થયાનું જણાવ્યું છે.
સૂર્યપ્રજ્ઞપ્તિ, જ્યોતિષ્કદંડક વગેરે ગ્રંથોમાં જે પ્રાકૃત શબ્દ છે તે પ્રકરણના અર્થમાં સમજવાનો છે.
છેદસૂત્રની જેમ પ્રાભૂતો રહસ્ય-શ્રુત ગણાતાં હોવાથી આચાર્યો યોગ્યશિષ્યને એકાંતમાં ભણાવતા. (જુઓ નિશીથચૂર્ણિ ૧૮, ૪૬૯)
પં. કલ્યાણવિજય મ. લખે છે કે – “દિગંબરાચાર્યોની પેઠે શ્વેતાંબર જૈનાચાર્યોએ ‘પ્રાભૂત’ શબ્દ હરકોઈની કૃતિ સાથે જોડ્યો નથી. પણ પૂર્વશાસ્ત્રના અમુક એક અંશને માટે અથવા પૂર્વથી ઉદ્ધરેલા પ્રકરણને માટે જ પ્રાયઃ ‘પ્રામૃત' શબ્દનો ઉપયોગ કર્યો છે.” (‘આપણા પ્રાભૂતો' ‘જૈનયુગ’ કારતક ૧૯૮૨ પૃ. ૮૭)
યોનિપાડ
ભાંડારકર ઇનસ્ટિટ્યૂટમાં આજે ‘યોનિપાહુડ' નામનો હસ્તલિખિત ગ્રંથ વિદ્યમાન છે. શ્રી હિરાલાલ કાપડિયાએ આનો પરિચય સંસ્થાએ પ્રગટ કરેલા કેટલોક (D.C. J.M. Vol. XVII, pt. 1, પેજ ૩૮૩-૩૮૪)માં આપ્યો છે. પહપવણ કે પ્રશ્નશ્રવણ નામના કર્તાએ આની રચના કરી છે અને વિ.સં. ૧૫૮૨માં લખવામાં આવેલ છે. આવી નોંધ ત્યાં છે.