________________
સિદ્ધપાહુડ – સિદ્ધપ્રાભૂત આ. જિનપ્રભસૂરિજીએ સર્વસિદ્ધાંતસ્તવમાં બધા આગમોની સ્તુતિ કરી છે. અને એ સિવાય કેટલાક અગત્યના પ્રાચીન ગ્રંથોને વંદન કર્યા છે. તેમાં સિદ્ધપ્રાભૂતનો પણ સમાવેશ કર્યો છે. સર્વસિદ્ધાંત સ્તવનો ૪રમો શ્લોક આ પ્રમાણે છે
वन्दे विशेषणवती सम्मति-नयचक्रवाल-तत्त्वार्थान् । ज्योतिष्करण्डक-सिद्धप्राभृत-वसुदेवहिण्डीश्च ॥ ४२ ॥
સિદ્ધપ્રાભૃત’નું જ્ઞાન આર્ય સમિત, સુસ્થિતસૂરિ, આ. પાદલિપ્તસૂર વગેરેને હતું.
આ. ભદ્રેશ્વરસૂરિએ “કહાવલી'માં સિદ્ધપાહુડ વિશે લખ્યું છે કે- “સ્થ पायलेवंजणगुडियाईहिं सिद्धा स(प?) रुविज्जति तं सिद्धपाहुडं"
જ્યાં પાદલેપ, અંજન, ગુટિકા અને આદિ શબ્દથી યોગ, ચૂર્ણ આદિથી સિદ્ધોનું સ્વરૂપ જણાવવામાં અથવા સિદ્ધોની પ્રરૂપણા કરવામાં આવે તે સિદ્ધપ્રાભૃત.
આર્ય સમિતસૂરિએ યોગચૂર્ણથી નદીનો પ્રવાહ રોકી બ્રહ્મદ્વિીપના પાંચસો તાપસીને પ્રતિબોધ પમાડેલ.
• આ. સુસ્થિતસૂરિના બે બાલમુનિઓ દુષ્કાળ પ્રસંગે અંજન પ્રયોગથી અદશ્ય થઈ ચન્દ્રગુપ્ત મૌર્યના મહેલમાં ભિક્ષા માટે પ્રવેશ કરતા.
ગ્રંથ-ગ્રંથકાર કહાવલી'માંથી ઉપર જે “સિદ્ધપ્રાભૂતનું વર્ણન કર્યું તેવો પાદલેપ, અંજન કે ગુટિકાનું સ્વરૂપ વર્ણવતો ગ્રંથ આજે મળતો નથી, દિગંબર જૈન વિદ્વાન પં. હિરાલાલ જૈન શાસ્ત્રીએ અનેકાંત વર્ષ ૨ કિરણ ૩ (વી.તિ.સં. ૨૪૬૫ પ્રથમશ્રાવણ) માં “સિદ્ધપ્રાભૃત' નામનો લેખ લખ્યો છે. લેખકને પ્રસ્તુત સિદ્ધપ્રાભૃત ગ્રંથ જોવા મળ્યો નથી પણ નંદિસૂત્ર ઉપરની આ. મલયગિરિસૂરિજીની વૃત્તિમાં સિદ્ધપ્રાભૂતમાંથી અને ટીકામાંથી અનેક ઉદ્ધરણો જોઈને લેખ લખ્યો છે. એમણે અનુમાન કર્યું છે કે “સિદ્ધપ્રાભૃત”