________________
પ્રસ્તાવના
–આ. વિજય મુનિચન્દ્રસૂરિ સિદ્ધપ્રાકૃત' નામનો ચિરન્તનાચાર્યે પૂર્વમાંથી ઉદ્ભૂત ગ્રંથરત્ન તેની પ્રાચીન ટીકા અને બંનેના મુનિ પાર્જરત્નસાગરજીએ કરેલા ગુજરાતી અનુવાદ સાથે પ્રગટ થઈ રહ્યો છે તે ઘણાં હર્ષનો વિષય છે.
સટીક આ ગ્રંથનું સંપાદન - સંશોધન સં. ૧૧૩૮માં લખાયેલી તાડપત્રીય અને અન્ય ચાર પ્રતિઓના આધારે વિદ્ધવર્ય મુનિશ્રી ચતુરવિજય મ.સા.એ કરેલું. પ્રકાશન ૧૯૨૧માં જૈન આત્માનંદસભા ભાવનગર તરફથી થયેલું. આનું પુનઃમુદ્રણ જિનશાસન આરાધના ટ્રસ્ટે વિ.સં. ૨૦૫૮માં કર્યું છે.
પ્રાભૃત ગ્રંથો વિશે આ. પદ્મસૂરિજી મ.સા.એ પ્રવચન કિરણાવલીમાં) ૫. કલ્યાણવિજયજી મ.સા.એ (“આપણાં પ્રાભૂતો' લેખમાં) શ્રી હિરાલાલ કાપડિયા ('A History of The canonical Literature of the Jains' માં) વગેરેએ વિવેચન કર્યું છે. અહીં એમાંથી કેટલીક બાબતો જોઈએ.
પ્રાભૂત ગ્રંથો પાહુડ (પ્રાભૃત) શબ્દનો અર્થ “પૂર્વાન્તત કૃવષે” વિશે.સ. આ પ્રમાણે પૂર્વગતઋતવિશેષ એવો મળે છે. (જુઓ અભિધાન રાજેન્દ્ર કોશ ભા.૫ “પાહુડ' શબ્દ)
બારમું અંગ “દૃષ્ટિવાદ' સેંકડો વર્ષોથી અપ્રાપ્ય છે. આનો પરિચય નંદિસૂત્ર' આદિમાં મળે છે.
દૃષ્ટિવાદના પાંચ ભેદો પરિકર્મ, સૂત્ર, પૂર્વગત, અનુયોગ અને ચૂલિકા આ પ્રમાણે છે.