________________
નામાવલિને કાવ્યસ્પર્શ : કાલિદાસનું “કવિકર્મ
(૧) વિવિધ કૃતિઓમાં વ્યક્ત થયેલી કાલિદાસની સર્જક્તા અને સિદ્ધિની ઉચ્ચકોટિને કારણે પ્રાચીન તેમ જ અર્વાચીન કાવ્યરસિકો અને વિવેચકો દ્વારા તેનું . મહાકવિ અને કવિકુલગુરુ જેવાં બિરુદો વડે યોગ્ય રીતે જ ગૌરવ કરાતું રહ્યું છે. તેની કૃતિઓનો સમગ્રપણે કે તેમના ઉત્તમ અંશો અને અંગોને આધારે રસાસ્વાદ અને ગુણદર્શન સતત કરાતાં રહ્યાં છે. અહીં મેં એક ઊલટી જ દિશાનો પ્રયાસ કરવા વિચાર્યું છે, જેમાં દેખીતી જ કાવ્યનિર્માણની કશી ક્ષમતા કે ગુંજાશ ન હોય તેવી સામગ્રી સાથે મહાકવિને કામ પાડવાનું આવે ત્યારે એ આહ્વાનને તે કઈ રીતે ઝીલે છે એ જોવાની તક આપણને “રઘુવંશ'ના અઢારમા સર્ગમાં જોવા મળે છે.
(૨) સર્જક અને સામગ્રીની ક્રિયાપ્રતિક્રયા દ્વારા કૃતિ તેના સ્થૂળ વસ્તુસ્વરૂપે નિર્મિત થતી હોય છે. સામગ્રીની, ઉપાદાનની કાવ્યનિષ્પત્તિ માટેની ક્ષમતા સર્જકની દૃષ્ટિમાં વસે એટલે તે તેની પસંદગી કરે. પણ સર્જન એ સંયુક્તપણે સભાન-અભાન વ્યાપાર છે. એક આહાન તરીકે, અમુક રચનારીતિથી અમુક અનાકર્ષક સામગ્રી સાથે કામ પાડવાનું કવિએ પસંદ કર્યાનાં યથેચ્છ ઉદાહરણ આપી શકાય. એના પણ વિવિધ પ્રકાર પાડી શકાય. તેમાં એક નોંધપાત્ર પ્રકાર એવો છે કે જ્યારે અમુક વિષયને લઈને કરવાની સુદીર્ઘ રચનામાં, સામગ્રીની ગોઠવણી અને તેને માટે સ્વીકૃત સાહિત્યસ્વરૂપ રચાનાના સંવિધાન કે ઘાટના નિયામક હોય છે, ત્યારે કવિને એવી કેટલીક સામગ્રી કે જે વિષયની અંગભૂત હોય, પણ જે કાવ્યત્વને કશો અવકાશ ન આપતી હોય, તેની સાથે કામ પાડવાનું આવે છે. આવી અગતિક પરિસ્થિતિમાં કોઈ મોટો સર્જક કઈ રીતે વર્ત-પ્રવર્તે છે, તેની તપાસ સર્જક-કર્મને અને સર્જક-પ્રતિભાને સમજવાની દૃષ્ટિએ રસપ્રદ હોય છે.
(૩) આવી પરિસ્થિતિ “રઘુવંશ' રચતાં કાલિદાસની સામે હોવાનું આપણે જોઈ શકીએ છીએ. “રઘુવંશ' એ નામ દર્શાવે છે કે રઘુવંશના રાજાઓનો વૃત્તાંત કાવ્યવિષય હતો. આ પ્રકારનાં કે પદ્ધતિનાં મહાકાવ્ય રચવાની પરંપરા હોવાના થોડાક નિર્દેશ પણ કાવ્યશાસ્ત્રમાંથી મળે છે. “રઘુવંશ'માં કુલ ઓગણત્રીસ રાજાઓનું વર્ણન છે. સર્ગવાર વિગત નીચે પ્રમાણે છે : દિલીપ
૩ થી ૫ અજ
૫ થી ૮ દશરથ ૯ થી ૧૨
૧૦ થી ૧૫
રામ