________________
શોધ-ખોળની પગદંડી પર વિવિધ વૃક્ષો અને પુષ્પલતાઓને કૃષ્ણની ભાળ પૂછતી વર્ણવાઈ છે, તે પછી ૨૩મા
શ્લોક સુધી વિવિધ બાળલીલાઓને ભજવી વિરહવ્યથા હળવી કરવા મથતી ગોપીઓનો ચિતાર આપ્યો છે. શ્લોક ૨૪ થી ૪૧ સુધી, કૃષ્ણનાં પગલાંનાં ચિહ્ન દેખાતાં, તેની પાછળ પાછળ શોધમાં જતી અને એ પદચિહ્નો પરથી વિવિધ અટકળો કરતી ગોપીઓનો પ્રસંગ છે. અંતે નિરાશ ગોપીઓ કાલિદીના પુલિન પર પાછી ફરી તેમના પુનરાગમનની આશામાં કૃષ્ણનાં ગીત ગાતી બતાવાઈ છે. આમાં કૃષ્ણનાં પદચિહ્નો પરથી બનેલી કડીબદ્ધ ઘટનાઓની અટકળ કરતી ગોપીઓવાળો પ્રસંગ (દશમ સ્કંધ, ૩૦. ૨૪-૪૧) તેની વિશિષ્ટતા અને તાદશ સ્વભાવવર્ણનથી આપણું તરત જ ધ્યાન ખેંચે છે, તે પ્રસંગ આ પ્રમાણે છે :
આમ વૃક્ષો અને વેલોને કૃષ્ણની પૂછપરછ કરતી ગોપીઓએ એ વનપ્રદેશની ભોંય પર કૃષ્ણનાં પગલાં દીઠાં : “આ પગલાં ચોખેચોખ્ખાં નંદના હૈયાનાં જ છે. તેમાં ધજા, કમળ, વજ, અંકુશ, જવ વગેરેનાં ચિહ્ન પડેલાં છે.” એ પગલાંને એંધાણે એંધાણે શોધમાં આગળ ચાલતી ગોપીઓએ એ પગલાંની સાથે કોઈક તરુણીનાં પગલાં ભળી જતાં દીઠાં, અને આર્ત સ્વરે સૌ બોલી ઊઠી, “આ કઈ નંદના હૈયાને ખભે કાંડું ટેકવીને—હાથી ઉપર હાથણી સૂંઢ ટેકવે એમ–જઈ રહેલીનાં પગલાં છે ? ઈશ્વરરૂપ ભગવાન હરિને એણે આરાધ્યા છે, જેને લઈને ગોવિંદ અમને ત્યજી દઈ ગુપચુપ એને પ્રેમપૂર્વક સાથે લઈ ગયો. અહો ! ગોવિંદના ચરણકમળની આ રેણુને ધન્ય છે, જેને બ્રહ્મા, શંકર અને લક્ષ્મી મસ્તક પર ચડાવી પાપમુક્ત બને છે. એનાં આ પગલાં અમારા હૃદયમાં ભારે ખળભળ મચાવે છે, કેમ કે બધી ગોપીઓમાંથી એનું એકનું હરણ કરી જઈને અય્યત એનું એકાંતમાં અધરપાન કરે છે.
હવે અહીં આગળ એ તરુણીનાં પગલાં કળાતાં નથી, એટલે લાગે છે કે કોમળ તળિયામાં ડાભની સૂઈ ખુંચતાં ખિન્ન થયેલી એ વહાલીને વાલમે ઊંચકી લીધી. અહીં જુઓ, ગોપીઓ ! એ કામી કૃષ્ણનાં આ પગલાં. વહાલીનો ભાર વહીને એ ચાલતો હોવાથી પગલાં ધૂળમાં વધુ ખૂચેલાં છે. જુઓ, અહીં ફૂલ ચૂંટવા પ્રેયસીને કૃષ્ણ નીચે ઉતારી છે, અને અહીં એની વહાલી માટે બાલમે ફૂલ ચૂંટી એકઠાં કર્યા છે. એટલે તો માત્ર પગના આગલા ભાગનું જ નિશાન છે. એ કામીએ અહીં કામિનીના કેશને ફૂલથી શણગાર્યા છે. જુઓ, આ અહીં જ બેસીને એણે એ ફૂલ વહાલીની ચૂડા ઉપર ગૂંથ્યાં છે. અને એ આત્મરતિ, આત્મારામે પોતાની વહાલી સાથે રમણ કર્યું છે, અને એ દ્વારા કામીઓની હીનતા અને સ્ત્રીઓની દુષ્ટ ચિત્તવૃત્તિ પ્રદર્શિત કરી છે.'
આ પ્રમાણે પદચિહ્નો એકબીજીને દેખાડતી ગોપીઓ વિકળ ચિત્તે આમતેમ ભમે છે. દરમિયાન જે ગોપીને લઈને કૃષ્ણ ગુપચુપ ચાલ્યા ગયેલા તેને પોતે કૃષ્ણની