________________
શોધ-ખોળની પગદંડી પર સ્વચ્છ પગલાં પગદંડી ઉપર દેખાય છે. ચારુસ્વામી ! પછી વિદ્યાધરની સામે તાકી રહેલી તે સ્ત્રીનો પગ કાંકરીથી ઘવાયો. વેદના પામતી એવી તેનો પગ વિદ્યાધરે ઉતાવળથી ઊંચો કરી લીધો. સ્ત્રીએ પણ વિશેષ વેદનાને લીધે વિદ્યાધરના ખભા ઉપર ટેકો મૂક્યો. આ કારણથી સ્ત્રીનું એક પગલું અને વિદ્યાધરનાં બે પગલાં દેખાય છે. આ પછી વિદ્યારે તેના પગથી રુધિરવાળી રેતી લૂછીને અહીં નાખી.' પછી હરિસિંહે પૂછયું, “કોઈએ અળતાથી મિશ્રિત કરીને કદાચ અહીં રેતી ન નાખી હોય ?” ગોમુખે કહ્યું, “અળતો કડવો હોય છે, એટલે તેના ઉપર માખીઓ વળગે નહીં. આ તો તાજા લાગેલા ઘાનું વિગ્ન, મધુર અને માસમાંથી ટપકેલું લોહી છે; આથી સ્વાદિષ્ઠ કોળિયાની જેમ આ રેતી ઉપર માખીઓ બેસી ગઈ છે. ચારુસ્વામી ! તે વિદ્યાધરે પછી એ સ્ત્રીને પોતાના હાથમાં ઉપાડી'. હરિસિંહ બોલ્યો, “તે કેવી રીતે જાણ્યું ?' ગોમુખે કહ્યું, “કારણ કે અહીંથી સ્ત્રીનાં પગલાં અટકી ગયાં છે અને પુરુષનાં પગલાં દેખાય છે. વળી ચારુસ્વામી ! મને એમ વિચાર થાય છે કે – ગુંજારવ કરતા ભમરાઓથી યુક્ત કુસુમલાઓ વડે વીંટાયેલો, સમ ભૂમિ ઉપર રહેલો તથા જાણે કે લક્ષ્મીનું નિવાસસ્થાન હોય તેવો જે લતામંડપ આપણી સામે દેખાય છે ત્યાં એ વિદ્યાધર યુવતી સહિત રહેલો હોવો જોઈએ. પરંતુ એકાન્તમાં રહેલાંને જોવાં એ યોગ્ય નથી. માટે આપણે અહીં ઊભા રહીએ'.
પછી ગોમુખના વચનને પ્રમાણભૂત માનતો હું મિત્રો સહિત લતાગૃહમાં ગયો, અને ત્યાં સહજ રમણીય તથા થોડીક વાર પહેલાં જ ભોગવાયેલી હોવાને કારણે જાણે શ્વાસ લેતી હોય તેવી કુસુમની શય્યા મેં જોઈ. એટલે ગોમુખે કહ્યું, “થોડીક વાર પહેલાં જ વિદ્યાધર અહીંથી નીકળ્યો છે; અહીંથી પ્રસ્થાન કરતાં પહેલાં તેનાં પગલાં પણ આ દેખાય. પરન્તુ તે અવશ્ય અહીં પાછો આવશે, કારણ કે આ ઝાડની ડાળી ઉપર દીપડાનાં ચામડાનું બનાવેલું તેનું કોશરત્ન (થલી) તથા ખર્ગ રહી ગયેલ છે; તે લેવા માટે તે જરૂર પાછો ફરશે.” તે પગલાંનું અવલોકન કરતો ગોમુખ કહેવા લાગ્યો, ચારુસ્વામી ! એ વિદ્યાધર ભારે સંકટમાં છે. શું તેનો જીવ તો નહીં જાય ?' મેં ગોમુખને પૂછ્યું, “એ કેવી રીતે ?” એટલે તે કહેવા લાગ્યો, “જે ક્યાંથી આવ્યાં તે દેખાતું નથી તથા જમીન ઉપરથી આકાશમાં ઊડવાને કારણે જેણે આમ રેતી ઉરાડેલી છે એવાં આ બીજાં બે પગલાં શું તમે જોતાં નથી ? વળી, એ વિદ્યાધરને અહીં કોઈએ પાડી નાખ્યો હોય તેમ જણાય છે.'
(“વસુદેવહિડી'નો અનુવાદ, પા. ૧૭૩-૧૭૭)