Book Title: Shodhkholni Pagdandi Par
Author(s): Harivallabh Bhayani
Publisher: Shardaben Chimanbhai Educational Research Centre

View full book text
Previous | Next

Page 15
________________ શોધ-ખોળની પગદંડી પર ૩. “વિષ્ણુપુરાણ'માંથી વિષ્ણુપુરાણ'ના પાંચમા અંશના તેરમા અધ્યાયમાં રાસક્રીડા શરૂ કરતાં પહેલાં કૃષ્ણના ચાલ્યા ગયાનો અને તેની શોધમાં નીકળેલી ગોપીઓ દ્વારા તેમનાં પગલાં જોઈશું શું બન્યું હશે તેની અટકળ કર્યાનો પ્રસંગ નીચે પ્રમાણે છે : રાસક્રીડાના આરંભ પૂર્વે કૃષ્ણ ક્યાંક બીજે ચાલ્યા ગયા તેથી વ્યગ્ર બનેલી ગોપીઓ ટોળે વળી વૃંદાવનમાં ભમવા લાગી. એવામાં એક ગોપીની ભોંય પર દષ્ટિ પડતાં તે પુલકિત થઈ બોલી ઉઠી : “જુઓ ! અહીં કૃષ્ણનાં ધ્વજ, વજ, અંકુશ, કમળની રેખાવાળાં પગલાં. વળી તેમની સાથે જતી કોઈક પુણ્યવતી મદમાતીનાં પણ ઊંડાં અને સહેજ નાનાં પગલાં દેખાય છે. અહીં આગળ દામોદરે ઊંચેથી ફૂલ ચૂંટ્યાં લાગે છે, કેમ કે માત્ર ચરણના અગ્ર ભાગનાં ચિહ્ન જ પડેલાં છે. તો અહીં બેસીને તેમણે એ ગોપીને ફૂલથી સજાવી જણાય છે. જુઓ, જુઓ, આવું સન્માન પામવાથી એ ગોપીને અભિમાન આવ્યું, એટલે કૃષ્ણ તેને છોડીને બીજે રસ્તે ગયા જણાય છે. જુઓ, અહીં કૃષ્ણની પાછળ ગયેલી ગોપી, નિતંબના ભારે મંદ ગતિએ જવાની ટેવવાળી ઉતાવળે ચાલતી હોવાથી તેનાં પગલાં અગ્ર ભાગે દબાયેલાં છે. અહીં એ કૃષ્ણસખી કૃષ્ણના હાથમાં હાથ રાખીને ચાલતી હોવાથી તેનાં પગલાં પરતંત્ર જેવાં લાગે છે. હસ્તના સ્પર્શથી જ એ પૂર્વે તેને તરછોડી હશે, તેથી નિરાશ થઈને પાછી ફરી રહેલી એ ગોપીનાં પગલાં. અહીં કળાય છે. કૃષ્ણ, પોતાની પાસેથી તરત ચાલ્યા જવાનું અને પછી પાછા આવવાનું કહ્યું હશે. તેથી આ ઝડપથી પગલાં લીધાં હોવાનું દેખાય છે. તો આનાથી આગળ કૃષ્ણનાં પગલાંનાં ચિહ્ન દેખાતાં નથી. એટલે લાગે છે તેઓ ગાઢ વનમાં પેઠા છે. ચંદ્રનાં કિરણ પણ અહીં પડતાં દેખાતાં નથી. તો ચાલો આપણે પાછાં ફરીએ.” અને એમ કૃષ્ણને મળવાની આશા છોડીને ગોપીઓ યમુનાતરે પાછી ફરીને તેમનું ચરિત્ર ગાવા લાગી. (‘વિષ્ણુપુરાણ' ૫,૧૩,૩૧-૪૨) ૪. “ભાગવત-પુરાણમાંથી આ પ્રસંગનું વિસ્તરણ ભાગવત-પુરાણકારે કરેલું છે. ‘ભાગવત-પુરાણ”ના દશમસ્કંધના રાસક્રીડાવર્ણનમાં ર૯મા અધ્યાયને અંતે કહ્યું છે કે કૃષ્ણ સાથે રાસરમણ કરતાં ગોપીઓને પોતાના સૌભાગ્યનો મદ થયો અને અભિમાન આવ્યું. તેને શમાવવા અને તેમની ચિત્તવૃત્તિનો પ્રસાદ કરવા કૃષ્ણ ત્યાં જ અંતર્ધાન થઈ ગયા. પછીના “કૃષ્ણાન્વેષણ'નામના ૩૦મા અધ્યાયમાં શરૂઆતમાં વિરહતત ગોપીઓ કૃષ્ણચેષ્ટાનું અનુકરણ કરતી અને (કાલિદાસના વિક્રમોર્વશીય'ના ચોથા અંકમાંના ઉર્વશીવિરહિત પુરૂરવાના વર્ણનની જેમ) યમુનાતીરની વનવાટિકાનાં

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 ... 222