________________
પણ દ્રવ્યથી નહીં તે અનુત્તર વિમાનના દેવની જેમ. ૩ દ્રવ્યથી ખરે ને ભાવથી પણ ખરે તે સમ્યગદષ્ટિ, સારી રીતે ઉપરોગવાળા, વચનના સંવરવાળા અને સારી રીતે નમાવેલું છે. શરીર જેણે એવાને જે નમસ્કાર તે. અને ૪ દ્રવ્યથી પણ નહીં ને ભાવથી પણ નહીં તે કપિલાદિ નમસ્કાર નહીં કરનારનેઆ ચાર પ્રકાર પૈકી ત્રીજા પ્રકારને નમસ્કાર વિનસમૂહની શાંતિ માટે અને એકાંતિક તેમજ અવ્યભિચારી એવા ભાવમંગળરૂપ કરીને. કેને? ત્રણ લેકમાં રહેલા ધર્માસ્તિકાયાદિ દ્રવ્યસમૂહને સમકાળે સંશરછેદકપણે ઉદ્યોગ કરનાર હોવાથી ભાનુ એટલે સૂર્યસમાન અર્થાત્ ત્રિભુવન ભાસ્કર અને સમસ્ત જ્ઞાનાવરણના ક્ષયથી ઉત્પન્ન થયેલા, અજ્ઞાનરૂપ સર્વ તિમિર વિરહિત કેવીજ્ઞાનને ધારણ કરનારા વળી ભવ્ય પ્રાણીઓને દુર્ગ એવા દૌર્બલ્ય અને દુઃખ દારિદ્રયના ઉછેદક હેવાથી તેમજ સુગતિસુખના સંપાદક હેવાથી સતિશાયી એવા અક્ષય મહાનિધાનરૂપ શ્રી વીર પરમાત્માને નમસ્કાર કરીને હું શ્રાવકનું દિનકૃત્ય કહીશ.
આ ગાથામાં વિર શબ્દવડે અપાયાપગમાતિશય, ત્રિભુવનભાનુ વિશેષણવડે વચનાતિશય, વિશુદ્ધજ્ઞાનવાનું એ વિશેષણવડે જ્ઞાનાતિશય અને સુમહાનિધાન શબ્દવડે પૂજાતિશય કર્તાએ સૂચવેલ છે. એવા ગુણવિશિષ્ટ વીર પરમાત્માને નમસ્કાર કરીને શ્રાવકનું દિનકૃત્ય કહેવાને પ્રારંભ કરતાં પ્રથમ શ્રાવક કેને કહીએ? તે કહે છે – - “જિતેંદ્રના શાસનમાં જેને શ્રદ્ધા હય, સુપાત્રને વિષે નિરંતર જે દાનનું વપન કરતે હાય-વાપરતા હોય અને સુસાધુનાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org