________________
સ્વ. લક્ષ્મીચંદ ઓઘડભાઈ
બાલ્યાવસ્થામાં જ મારા માતુશ્રીનું અવસાન થતાં, મારા સંસ્કાર, સદાચાર અને ચારિત્રના ઘડતરની જવાબદારી મારા પિતાશ્રી ઉપર આવી. મારા પ્રત્યેના અથાગ પ્રેમના કારણે ફરીથી લગ્ન કરવા બધી અનુકૂળતા હોવા છતાં, સગાસંબંધીઓના અતિ આગ્રહ હોવા છતાં તેમણે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી.
મારા પિતાશ્રીની આવી ભવ્ય ત્યાગની ભાવનાએ “જેમ કુમળા ઝાડ વાળીએ તેમ વળે” મારા ઉપર તપ, ત્યાગ, વૈરાગ્ય અને સદાચારની ખૂબ જ ઉંડી છાપ પાડી જે આજીવન પર્યત ટકી રહેશે. મારા માતુશ્રીના અવસાન સમયે મારી ઉંમર માત્ર દશ મહિનાની હતી. મારા ભઈજી જાદવજી ઓઘડદાસ તથા ભાજૂ મણિબહેને મને તેમના પિતાના સંતાનની માફક જ મારૂં લાલનપાલન કર્યું, જે રીતે તેમણે શાન્તિભાઈ, ચીમનભાઈ, છબીલભાઈ તથા અમૃતલાલભાઈનું કર્યું.
મારા જીવનના દરેક ક્ષેત્રમાં, દરેક કાર્યોમાં અને મારી ધર્મભાવનાઓમાં મારા ધર્મપત્નીને હંમેશા અંતરને સહયોગ અને સહકાર મળે જેને પરિણામે મારા સમગ્ર પરિવારમાં પ્રસન્નતા અને પ્રફુલ્લતાની સુગંધ અને સંસ્કારોની સુવાસ ફેલાણી અને મારું આખું કુટુંબ નંદનવન સમું બની ગયું.
આપને જન્મજન્મને ઋણી
ચંદુલાલ
લિ.