________________
નિર્મલ જલની પિઠ બ્રહ્મને જાણનારે ) એવું નામ આપી સાથે લઈ ત્યાંથી વિદાય થયા, ને તુંગભદ્રાનદીને કાંઠે આવેલા શ્રેગેરિનામના ગામમાં પધાર્યા. ત્યાં કેટલોક સમય રહી ઘણું શિષ્યોને ભાખ્યાદિનું અધ્યયન કરાવ્યું. હસ્તામલકને પણ તેના અધિકારપ્રમાણે યોગ્ય અધ્યયન પુનઃ કરાવ્યું. આ હસ્તામલકની પણ આયાર્યભગવાનને મુખ્ય શિષ્યોમાં ગણના થઇ.
આ સ્થલમાં આચાર્યભગવાનના અંતઃકરણના ભાવને અનુસરીને તેમની અનન્યભાવે સેવા કરવામાં તત્પર રહેવાના સ્વભાવવાળો, સ્વમથી વર્તનારો, અને બેલવાના ઓછા સામર્થવાળે કઈ ગિરિનામનો આચાર્યભગવાનને નવે શિષ્ય થયો. તે આચાર્યભગવાનની પાસે રહીને નિરંતર તેઓશ્રીની સેવા કરતા હતા તેની અનન્યભક્તિને લીધે આચાર્યભગવાન તેના ઉપર સારી કૃપા રાખતા હોય એમ જણાતું હતું. વિનયાદિ શુભગુણોવાળો એ શિષ્ય પિતાના સદ્દગુરુને, નિત્ય વહેલે ઊઠી, સ્નાન કરી, હાથપગ ધોવરાવતા હતા. યોગ્ય દાતણ આપતો હતો, સ્નાનવેલા શરીર લુવાનું પવિત્ર વસ્ત્ર આપતો હતો,
5 આસન પાથરી દેતા હતા, તેમનાં બંને ચરણકમલેને ઘણી ચતુરાઈથી ચાંપતો હતો, પડછાયાની પેકેજ પિતાના સદ્ગુની ઇચ્છાને તે અનુસરતા હતા, પિતાના સદ્દગુરુની સમીપ કદીપણ બગાસું ખાતો નહિ, તેઓશ્રીની સમીપ કદીપણ પગ લાંબા કરીને કે એઠીગણ દઈને બેસતે નહિ, તેઓશ્રીએ કરેલી આજ્ઞાની કદીપણ ઉપેક્ષા કરતો નહિ, કેઇની સાથે વધારે બોલતે નહિ, પીઠ દેખાડીને પિતાના સદ્દગુરુશ્રીની આગળ કદીપણ ઊભો રહે નહિ વા બેસતો નહિ, પિતાના સદ્દગુરુ ઊભા હોય ત્યારે પોતે ઊભું રહેતું હતું. તેઓશ્રી જ્યારે ચાલતા હોય ત્યારે પોતે ચાલતું હતું, તેઓશ્રી કાંઈ કહેતા હોય ત્યારે પિતે બહુ વિનયથી તે સાંભળતો હતો, કહ્યા વિના પણ આચાર્યભગવાનનું