________________
.
સપ્તતિકા કર્મગ્રંથ છે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ શ્રી મહાવીર સ્વામિને નમઃ
શ્રી ગૌતમ સ્વામિને નમઃ મહર્ષિ શ્રી ચંદ્રમહત્તરાચાર્યકૃત (ષષ્ઠ)
<સાધ્વલિકા કઢાંય >
મંગલ અને અભિધેય सिध्धपएहिं महत्थं, बंधोदयसंतपयडिठाणाणं ।
वुच्छं सुण संखेवं, नीसंदं दिट्ठिवायस्स ॥१॥ ગાથાર્થ સિધ્ધ થયા છે પદો જેને વિષે એવા ગ્રંથો વડે બંધ, ઉદય અને સત્તાની પ્રકૃતિઓના
સ્થાનો રૂપ મહાન અર્થવાળા, દષ્ટિવાદ સૂત્રના ઝરણારૂપ સંક્ષેપને હું કહીશ તે તમે સાંભળો / ૧ / આ ગ્રંથની ૭૦ ગાથા હોવાથી તેનું નામ સપ્તતિકા કર્મગ્રંથ છે.
આ કર્મગ્રંથ દૃષ્ટિવાદ નામના ૧૨માં અંગના નિઃસંદ (ઝરણા) રૂપ છે. તે દષ્ટિવાદમાં પાંચ વિભાગ છે. ૧ પરિકર્મ, ૨ સૂત્ર, ૩પ્રથમાનુયોગ, ૪ પૂર્વગત અને ૫ ચૂલિકા, તેમાં પૂર્વગત નામના ચોથા ભાગમાં ચૌદ પૂર્વ છે. તેમાં અગ્રાયણી નામના બીજા પૂર્વની ચૌદવસ્તુ છે. તેમાં પાંચમી વસ્તુનાં વીશ પ્રાભૃત છે. તેમાં ચોથા કર્મપ્રાકૃત નામના પ્રાભૂતમાં ૨૪ અનુયોગ દ્વાર છે. તેમાં ત્રીજા બંધોદયસત્તાના અનુયોગ દ્વારનો સંક્ષેપ આ ગ્રંથમાં છે. માટે તેને દષ્ટિવાદના ઝરણા રૂપ કહ્યો છે. તેથી આ ગ્રંથ શાસ્ત્રનું મૂળ અને સર્વજ્ઞવચન-વાક્ય છે તેમ જાણવું.
कइ बंधंतो वेअइ, कइ-कइ वा संत पयडि ठाणाणि ।
मूलुत्तर पगईसु, भंगविगप्पा मुणे अव्वा ||२|| ગાથાર્થ (જીવ) કેટલી પ્રકૃતિઓ બાંધતો હોય ત્યારે કેટલી પ્રકૃતિઓ ભોગવે છે અને કેટલી
બાંધતો હોય, કેટલી ઉદયમાં હોય ત્યારે કેટલી પ્રકૃતિઓ સત્તામાં હોય, તેના મૂળ અને
ઉત્તર પ્રકૃતિને વિશે ભાંગાના વિકલ્પો જાણવા યોગ્ય છે. In In બંધમાં ઉદય અને બંધ અને ઉદયમાં સત્તા ઘટાવવી-સમજાવવી તે સંવેધ કહેવાય છે.
(૧૦)