________________
cho khelbo her andlası safzie Blockchain
આ પુસ્તક વિશે કેટલાક અભિપ્રાયો – સમાલોચના
ધર્મશ્રધ્ધાસંપન્ન સુશ્રાવક પં.સિકભાઈ, .
સપ્તતિકા પુસ્તક જોયું. મહેનત પ્રશંસનીય છે. ભાંગાના ગણિતને સરળ બનાવવા ઘણો પ્રયત્ન કર્યો છે. કેટલીક વાતો વિચારણીય છે. તે અંગે વિચારી યોગ્ય કરશો એ જ
અભયશેખરસૂરિના ધર્મલાભ શ્રાધ્ધવર્ય શ્રુતાનુરાગી પંડિતવર્ય રસિકભાઈ,
તમારી મોકલેલ સપ્તતિકા કર્મગ્રંથ મળેલ છે. તેમાં અધ્યાપન કરાવતાં જો અશુધ્ધિજણાશે તો જણાવીશું. અધ્યયન માટે ખૂબ ઉપયોગી થશે. અભ્યાસને સરળ પડે તેવું છે.
પં. મુક્તિચન્દ્રવિજય ગણિમુનિચન્દ્રવિજયના ધર્મલાભ
તપોવનમાં સંસ્કૃત પાઠશાળા ચાલે છે. તેમાં ૩૨ બાળકો ભણે છે. તેમાં છઠ્ઠા કર્મગ્રંથથી તમારું પુસ્તક ખૂબ જ અનુકૂળ અને સરળ છે.
છઠ્ઠો કર્મગ્રંથ તમારા પુસ્તકના આધારે ભણાવ્યો હતો. પદાર્થોની છણાવટના કારણે પુસ્તક બહુ પ્રિય લાગ્યું હતું. ભાણનારને પણ સરળ પડે તેવું લખાણ છે. હાલ પાંચમાં કર્મગ્રંથનો પાઠ ચાલુ છે, તેથી તમારો પણ જોઈ શકાશે.
મુનિ જિતરક્ષિત વિજયના ધર્મલાભ પાટણથી પં. ચન્દ્રકાન્તભાઈએ સપ્તતિકાના બાસઠીયાનું મેટર વાંચવા મળ્યું વાંચ્યું. ઘણો રસ પડ્યો. ખૂબ સુંદર મહેનતથી તૈયાર કર્યું છે. આ સાથે એક કાગળ મૂકેલ છે તેમાં ઉમેરવા લાયક નિયમો લખ્યા છે. જે ઉમેરવા યોગ્ય લાગે તો આપ જોશો. સદ્ભાગ્યે આગળનું મેટર પણ વાંચવા મળ્યું. આપનો પ્રયત્ન ખૂબ પ્રશસ્ય છે. આપની અપૂર્વજ્ઞાનભક્તિ શીઘ કેવલજ્ઞાન સંસૂચક છે.
પુષ્પદન્તાશ્રીજીના ધર્મલાભ