________________
seeeee
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ સપ્તતિકા છઠ્ઠા કર્મગ્રંથના સંપાદન પ્રસંગે અભિપ્રાય
પંડિત શ્રી રસિકલાલ શાન્તિલાલ મહેતાએ સપ્તતિકા છઠ્ઠા કર્મગ્રંથના સંપાદનમાં બંધ ઉદય સત્તાના સંવેધનું, સંવેધના ભાંગાઓનું વિસ્તૃત વિવેચન કરી અભ્યાસક વર્ગની ઘણા સમયની જરૂરિયાત પૂરી કરવા પ્રયત્નો કરેલ છે તેમ જણાય છે.
પંડિત શ્રી રસિકલાલભાઈએ ઘણા વર્ષો સુધી પૂ. સાધુ-સાધ્વીજી મ. સાહેબોને કર્મગ્રંથોનો અભ્યાસ કરાવેલ છે. તેથી તેમના અનુભવ અભ્યાસક વર્ગને આ ગ્રંથના જ્ઞાનમાં રસ જાગૃત થાય તેમજ કર્મ સાહિત્યના બીજા ગ્રંથોના અભ્યાસમાં આગળ વધે તે આશયથી કરાયેલો આ પ્રયાસ પ્રશંસનીય છે.
આ કર્મગ્રંથના જ્ઞાનથી અનાદિકાલથી સંસારમાં કર્મબન્ધમાં ફસાયેલા જીવો કર્મના સ્વરૂપની વિચારણા આધ્યાત્મિક વિકાસ માટે પ્રયત્નો કરી સમ્યકત્વ પ્રાપ્ત કરી શપક શ્રેણી આરંભી મોક્ષ પ્રાપ્તિ કરવા સમર્થ બને તેવી આશા રાખીએ છીએ.
આ સપ્તતિકા છઠા કર્મગ્રંથના સંપાદનમાં જીવસ્થાનક, ગુણસ્થાનક અને માર્ગણા સ્થાનોના બંધ ઉદય સત્તાનો સંવેધ પદચોવીસી ઉદય ભાંગા વિગેરે વિસ્તારથી સ્પષ્ટ કરી અભ્યાસક વર્ગ સપ્તતિકા સંગ્રહ વિગેરે ગ્રંથોના અભ્યાસ માટે તત્પર બને તેવા પ્રયત્નો કરેલ છે.
મેં આ ગ્રંથનું જે મેટર વાંચેલ છે તેમાં અભ્યાસક વર્ગની જીજ્ઞાસા સંતોષવા કરેલ પ્રયત્નો ઉપશમશ્રેણી, ક્ષપકશ્રેણીના વિવેચનમાં કરેલ પ્રયત્ન ઘણો જ પ્રશંસનીય છે.
કર્મ સાહિત્યના બીજા ગ્રંથો તેમજ અભ્યાસક વર્ગને ઉપયોગી બીજા સાહિત્યનું સંપાદન માટે પ્રયત્નો કરવા આશા રાખું છું.
શાસન દેવને પ્રાર્થના કરું છું કે અભ્યાસ વર્ગ આ ગ્રંથના અભ્યાસ દ્વારા કર્મ સાહિત્યનું જ્ઞાન પ્રાપ્ત કરી અધ્યાત્મિક વિકાસ કરવા સમર્થ બને તેવી અભિલાષા રાખું છું. પં. રત્નસાગર એપાર્ટમેન્ટ,
શ્રી માણેકલાલ હરગોવનદાસ સોનેજી ગોપીપુરા કાજીનું મેદાન,
| ગરાંબડીવાળા સુરત.
સાહિત્ય શાસ્ત્રી, ડી. બી. એડ.