________________
થાકેલા હોઈએ અને નજીકના ઘરમાં ગોચરી મળતાં “હાશ !' આવો ભાવ પેદા થાય. (૧૯) રોગની અકસીર દવા લાગુ પડતાં દિલમાં રાજીપો પેદા થાય. (૨૦) આપણું કામ કરી આપનાર પ્રત્યે લાગણી-મમતા થાય. (૨૧) ગોચરીમાં આપણી ભક્તિ કરનારા ગમે. આ બધા દેહાધ્યાસના ચિન્હો છે. બેરોકટોક આવો દેહાધ્યાસ પોષનારે પોતાની જાતને સમકિતી માનવાની અને બીજાને મિથ્યાત્વી કે કુગુરુ માનવાની-કહેવાની ભૂલ ભૂલેચૂકે ન કરવી.
ઉગ્ર સાધનાની તાકાતને દેહાધ્યાસ ખલાસ કરી નાખે છે. જેટલો દેહાધ્યાસ ઘટે તેટલી સાધનામાં ફાવટ આવે. જેટલો દેહાધ્યાસ વધે તેમ સાધનામાં ગોલમાલ-ઘાલમેલ થાય, ગોટાળા થાય. ગજસુકુમાલ મુનિ, અંધકસૂરિ, દમદંત ઋષિ, મેતારજ ઋષિ વગેરેએ દેહાધ્યાસને સંપૂર્ણતયા ખલાસ કર્યો તો કૈવલ્યલક્ષ્મીની ભેટ મળી. દેહાધ્યાસનો ભોગ બનનાર કંડરીક મુનિ, અષાઢાભૂતિ, અરણિક મુનિવર વગેરે પતિત થયા. દેહાધ્યાસ હોય તો સાધના નિષ્ફળ, દેહાધ્યાસ ન હોય તો સાધના સફળ. કહેવા દો કે સાધનાની સફળતા જ દેહાધ્યાસ તોડવામાં રહેલી છે.
(૧) કદાચ આઠમ કે ચૌદસના દિવસે આંબેલ થાય કે જ્ઞાન પાંચમના દિવસે ઉપવાસ થાય તો પણ તેની પાછળ યશકીર્તિની ભાવના, આબરુ ટકાવવાની ગણતરી વગેરે હોય !
(૨) કોઈની ભક્તિ કરવા આપણા શરીરને ઘસી નાંખીએ તો પણ પ્રશંસાના બે મીઠા શબ્દની અપેક્ષા રહે.
(૩) લાંબી તપશ્ચર્યા કરી હોય અને પ્રશંસા ઓછી થાય તો પણ મનમાં રંજ રહે.
(૪) કોઈની માંદગીમાં લાંબો સમય સેવા કરી હોય, શરીરને ઘસી નાંખેલ હોય અને આપણે માંદા પડીએ ત્યારે તે સેવા બરાબર ન કરે તો મનમાં ડંખ રહે.
આવું ઘણી વાર થતું હોય છે. તેથી કહી શકાય કે દેહાધ્યાસ
- ૪૪