Book Title: Sanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 529
________________ ગમે છે.’ સમકિતીને તો અઘાતિ કર્મનો પણ ઉદય (રૂપ-૨સ વગેરે) ન ગમે. તેને ઘાતિકર્મનો ઉદય તો કેવી રીતે ગમી શકે ? ઉત્તરાધ્યયનના ૯મા અધ્યયનમાં આવે છે કે ‘સત્સં ામા, विसं હ્રામા' (કામસુખ તો શલ્યઃકાંટા જેવા છે, ઝેર જેવા છે.) અને નિદ્રામાં પાંચેય ઈન્દ્રિયના ભોગવટા કરતાં પણ વધુ સુખનો અનુભવ જીવને થતો હોય છે. માટે આવા શલ્ય જેવા ઘાતિકર્મજન્ય પરિણામનો નિદ્રાનો પક્ષપાત હોય તો સમ્યક્ત્વ ટકે કેવી રીતે ? છતાં વિહારાદિ કારણે આપણે અત્યંત શ્રમિત થયેલ હોય, વધારે ઊંઘની જરૂર લાગે, આરામ કર્યા વિના આરાધનાનું જોમ આવતું ન હોય તો વિવેકથી “મહાત્મા ! શાંતિ રાખજો” એમ કહી શકાય. સમકિત હોય અને સૂવ'નું વ્યાજબી કારણ હાજર હોય, તો અવાજ કરનાર મહાત્મા પ્રત્યે દુર્ભાવ ન થાય. એના બદલે એવો વિચાર આવે કે “એ સૂવે ત્યારે વાત” તો સમજવું કે મિથ્યાત્વમોહનીય તરફ આપણે જઈ રહ્યા છે. “મારા પક્ષીસૂત્રમાં તેણે ત્રણ ભૂલ કાઢી, તેની અજીતશાંતિમાં હું પાંચ ભૂલ કાઢીશ”- આ ગાઢ સંક્લેશ મિથ્યાત્વનો ઉદય સૂચવે છે. સાધુ પ્રત્યેના દ્વેષ અને દોષના પક્ષપાતનો સૂચક પરિણામ એ છે કે “હું ગમે તેવું-ગોટાળાવાળું-ઊંધુચત્તું બોલું છતાં બીજાએ ચલાવવાનું.” તેથી બે મહિના પછી પણ આપણે ઈરાદાપૂર્વક તેના પ્રતિક્રમણમાં ભૂલ કાઢીએ. આ વૃત્તિ આપણને પછાડે છે. માટે કોઈ ભૂલ કાઢે તો (૧) ‘મારે તેના પ્રત્યે દ્વેષ રાખવો નથી.' આવી જાગૃતિ જોઈએ. (૨) દોષનો પક્ષપાત ન રહે તેની કાળજી રાખવી. (૩) દોષના સેવન વખતે આસક્તિ ન રાખવી. તો જ ઉપકારી પ્રત્યે અહોભાવ ટકે. બાકી અહોભાવ ટકે નહિ. , = દક્ષિણના વિહારમાં પૂજ્ય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજની ભક્તિરૂપે સવાર-સાંજ બે ટાઈમના વિહારમાં ઘણા મહાત્મા તેઓશ્રીનું સ્ટ્રેચર ઊંચતા હતા. વિહાર લાંબા હતા. એટલે એક વાર સવારે થાકના લીધે એક સાધુ પ્રતિક્રમણ બેઠા બેઠા કરતા હતા. ચાર થોય ૫૧૮

Loading...

Page Navigation
1 ... 527 528 529 530 531 532 533 534 535 536 537 538