Book Title: Sanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 527
________________ મંગાવવી પડે પરંતુ ચોમાસામાં પણ જો તે જ રીતે વહોરવાનું ચાલુ રાખે તો માનવું પડે કે દોષસેવન વખતે દોષની સૂગ મરી ગઈ છે. જીવનમાં દોષ આવે છે કારણથી અને પછી કારણ રવાના થયા બાદ પણ દોષ ટકે છે. કારણ કે દોષની સૂગ ઊભી કરી નથી. તે રીતે દોષિત ગોચરી વિશે પણ સમજી લેવું. કદાચ દોષિત વાપરવું પડે તેવું બને. કારણ કે સંયોગ વિપરીત હોઈ શકે છે, સત્ત્વની કચાશ હોઈ શકે છે. આવા સંયોગમાં દોષ પ્રત્યેની સૂગ હોય તો દંડમાં ઘટાડો મળી શકે. પરંતુ આસક્તિના કારણે દોષિત વાપરવામાં માફી ન મળે. અકસ્માત થયેલા સાધુની સાથે એબ્યુલન્સમાં બેસીને હોસ્પિટલમાં જવું પડે, તે વખતે જો બીજા કુશળ સાધુ ન હોય, પોતાને અંગ્રેજી સારૂ આવડતું હોય અને પોતે તેની સાથે જાય તો તે સંયોગની વિપરીતતા છે. તેવા સંયોગમાં જવું જોઈએ. વિહારમાં ૫૦ કિ.મી. સુધી કોઈ જૈનના ઘર નથી કે પટેલના ઘર નથી. તેથી રસોડાની ગોચરી વાપરવી પડે અથવા પટેલના ઘરોમાં મળતા જાડા રોટલા ન પચવાને લીધે રસોડામાંનું વાપરે તે સત્ત્વની કચાશ ગણી શકાય. તેમાં પણ “આ અપવાદ છે' એમ દોષ પ્રત્યે સૂગ ઉભી રાખે-રહે તો દંડમાં ઘટાડો મળી શકે. પણ જો દોષની સૂગ જ નથી તો દોષનો પક્ષપાત ઉભો થવાની શક્યતા છે. એનાથી દોષ સાનુબંધ બને એવી શક્યતા છે. આપણાથી સેવાતો દોષ આસક્તિના કારણે છે કે અશક્તિના કારણે? તે પણ વિચારવું પડે. આસક્તિથી સેવેલો દોષ સાનુબંધ હોય છે અને અશક્તિના કારણે જયણાપૂર્વક કરેલ દોષસેવન નિરનુબંધ હોય છે. જીવનમાં નિષ્કારણ અકથ્યના સેવનનો ત્યાગ ન કરે તો સમજવું કે તેમાં આસક્તિ રહેલી છે. આસક્તિ હોય તો દોષનું સેવન કરતા જોઈ બીજા ટકોર કરે તો ન ગમે, સંઘર્ષ અને ઝઘડો કરે. વધુ પડતી આસક્તિ હોય તો (૧) તેમાં વિક્ષેપ કરનાર પ્રત્યે અરુચિ અને અણગમો થાય. (૨) ગુરુ ટકોર કરે તો દોષિત ગોચરી બતાવવાનું બંધ કરે. અર્થાત્ આસક્તિ માયા કરાવે. કારણ કે દોષનું ૫૧૬

Loading...

Page Navigation
1 ... 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538