Book Title: Sanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 525
________________ વીસનું અસમાધિસ્થાન : સંયમ રવાના કરવે ૨૦મું અસમાધિસ્થાન છે - પુસળા-ગમિપ્ નિર્દોષ ગોચરીની એષણા-ગવેષણા-તપાસ ન કરે, અકલ્પ્ય અને દોષિત ગોચરીનો ત્યાગ ન કરે તો (૧) જિનાજ્ઞાનો ભંગ થવાથી, (૨) અશુભકર્મબંધ થવાથી, (૩) શાસ્રનિષ્ઠા ઘટવાથી, (૪) સંયમશાસન-શાસનપતિ પ્રત્યેનો અહોભાવ વફાદારી તૂટવાથી, (૫) સત્ત્વહીન બનવાથી અસમાધિ થાય. માટે કલ્પ્ય અને નિર્દોષ એવી ગોચરી સાધુએ વાપરવી જોઈએ. નિર્દોષ હોવા છતાં ન કલ્પે તેવી ચીજ ન રખાય. શિવભૂતિ સાધુને રાજાએ આપેલી રત્નકંબલ પર વધુ પડતો રાગ થયો. ગુરુએ ના પાડી કે સવા લાખ સોનામહોરની કિંમતની રત્નકંબલ જેવી મોંઘી વસ્તુ ન રખાય. પણ રાગને લીધે પોતે છોડી નહિ. ન કલ્પે એવી વસ્તુ આગ્રહથી પકડે તો કલ્પે એવું સંયમ રવાના થાય. આખો દિવસ રત્નકંબલમાં જ જીવ હોય. બહારથી ઉપાશ્રયમાં આવે કે પહેલી તપાસ રત્નકંબલની કરે. તે બગડે નહિ માટે વાપરે નહિ. વસ્તુની વધુ પડતી આસક્તિ (૧) વસ્તુ રાખવા દે પણ વાપરવા ન દે. (૨) તેના વિશે બોલનારા ગુરુ પણ ટકટક કરનારા લાગે. ગુરુએ રત્નકંબલના ટુકડા કર્યા. શિવભૂતિમુનિ ત્યારે ગોચરી ગયા હતા. પાછા ફર્યા ત્યારે ખબર પડી. રત્નકંબલના રાગે ગુરુ પર ગુસ્સો કરાવ્યો અને એમાંથી શિવભૂતિએ દિગંબરપંથ ચાલુ કર્યો. જો ગુરુના ‘આ ન કલ્પે' એવા ઈશારાને શિવભૂતિ મુનિ સમજેલા હોત તો નવો પંથ ઉભો ન થાત. (૧) ‘આ ચાલે કે નહિ ? (૨) આ રખાય કે નહિ? (૩) બીજાને મારા નિમિત્તે નુકસાન તો નહિ १. एसणाऽसमि त्ति अणेसणं न परिहरइ पडिचोइओ साहूहिं समं भंडइ, अपरिहरंतो य कायाणमुवरोहे वट्टइ, वट्टंतो अप्पाणं असमाहीए जो इत्ति । | ૫૧૪

Loading...

Page Navigation
1 ... 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538