Book Title: Sanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 535
________________ કારણરૂપે દેખાય તો સમ્યફ જ્ઞાન આવે. સાત નરક વગેરે માનવામાં તો આપણને કોઈ વાંધો આવવાનો નથી. કારણ કે ફક્ત માનવાનું જ છે ને ! નરક સાત માનો કે સાતસો. તેની સાથે કંઈ હમણાં આપણને બહુ લેવા-દેવા નથી અને તેને માનવામાં આપણને અહીં દેખીતું કોઈ નુકસાન પણ નથી કે તેના સ્વીકારથી રાગાદિ દોષ ઘસવાના-ઘસાવાના નથી. જ્યારે સ્વ-દોષના સ્વીકારમાં તો અનંતાનુબંધી કષાય વગેરેને ઘસવા પડે તેમ છે. તેમાં ઘણી મુશ્કેલી પડે છે. માટે જ આપણા દોષની વાત વાચના વગેરે દ્વારા સાંભળવા છતાં-વાત બુદ્ધિમાં બેસે છતાં તે સ્વીકારવાની તૈયારી કેટલી ? હોઠથી બોલીએ “મને દોષનો પક્ષપાત નથી જ.” અને “હારી ખીલી વટે રી વટે (જ્યાં છે ત્યાં)” - આ વલણ કેળવીએ તે મિથ્યાત્વ છે. નરકાદિ પદાર્થ બુદ્ધિમાં બેસે કે ન બેસે છતાં તેને માનવાનું કારણ એ છે કે તેને માનવામાં આપણી માન્યતામાં-દુન્યવી વલણમાં-બૌદ્ધિક સમીકરણમાં કોઈ ફેરફાર અવશ્ય કરવો પડે તેમ નથી. પણ આપણે જે દૂષણ બુદ્ધિમાં બેસે છતાં તેને માની/સ્વીકારી શકાતું નથી. કારણ કે તેના માટે આપણે આપણી માન્યતા બદલવી પડે છે, આપણા સમીકરણ બદલવા પડે છે, અનંતાનુબંધી માન કષાયને ઘસવો પડે છે. ગજસુકુમાલનું દષ્ટાંત વ્યાખ્યાનમાં બોલવું સહેલું છે. પણ આપણને ઠપકો મળે ત્યારે “મારા અનાદિકાલીન શત્રુ એવા માનકષાયનો નાશ કરવામાં સામેના સાધુ સહાયક થાય છે.” એવો હાર્દિક પરિણામ ઉભો કરવો બહુ મુશ્કેલ છે. માટે જ યોગસાર (૫/૨૯)માં પણ કહેલ છે કે - उपदेशादिना किञ्चित् कथञ्चित् कार्यते परः । स्वात्मा तु स्वहिते योक्तुं मुनीन्द्रैरपि दुष्करः ।। આ વાત પૂર્વ પણ (પૃ.૭૩) વિચારી ગયા છીએ. આ સ્વીકારીએ તો સમ્યક જ્ઞાન થાય. અંદર માનકષાયાદિને સંઘરી રાખવાના વલણ સ્વરૂપ મિથ્યા માન્યતાને તોડે તેવા વચનને સ્વીકારીએ તો સમ્યફ જ્ઞાન -પર૪

Loading...

Page Navigation
1 ... 533 534 535 536 537 538