Book Title: Sanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 536
________________ અને સકિત આવે. તેનાથી આપણું ઠેકાણું પડી શકે. તે રીતે અનાદિની ગાઢ મિથ્યા માન્યતા તોડવા માટે મનને તૈયાર કરીએ તો મોક્ષમાર્ગે ઝડપથી આગળ વધાય. દોષિત વાપરે, ષડ્જવનિકાયની વિરાધના થાય તેવી પ્રવૃત્તિ કરે છતાં સ્વદોષબચાવ કરે, સ્વપ્રશંસા અને પરનિંદા કરે તો જીવ અસમાધિ થાય તેવા કર્મ બાંધે. જે નિર્દોષ વા૫૨વાના લક્ષવાળા હોય પણ ગુરુએ મનાઈ કરેલ એવું કલ્પ્ય છોડવાનું લક્ષ ન હોય તે સાધુ-સાધ્વી સંયમજીવન હારી જાય. જેમ કે નિર્દોષ અને કલ્પ્ય એવો શીરો વાપરવાની ગીતાર્થ ગુરુએ ના પાડી હોય અને પોતે વિચારે કે “ભગવાને નિર્દોષ વાપરાવની હા પાડી છે તો ગુરુ શું ભગવાન કરતા મોટા થઈ ગયા ?!” તો પોતે સંયમજીવન હારી જાય. નિશીથચૂર્ણિમાં પ્રશ્ન કરેલ છે- ‘વિંજ નીયસ્થા વળી ?” અને તેના જવાબમાં ત્યાં કહેલ છે કે ‘ગોમિત્યુષ્યતે, અવની વિ છેવત્તીય મતિ (ગાથા-૪૮૨૦)' અર્થાત્ તારા માટે તો છદ્મસ્થ પણ ગીતાર્થ ગુરુ કેવળીતુલ્ય જ છે. તેથી ગીતાર્થ ગુરુદેવ તરફથી તને જે ઠપકો મળે તેને શાંતિથી સાંભળીશ, ગુરુએ ના પાડેલ વસ્તુને છોડીશ તો તને કેવળજ્ઞાન મળશે -એમ કેવળજ્ઞાની જાણે છે. આ બધું સાંભળવું-બોલવું સહેલું છે પણ આચરણ મુશ્કેલ છે. પણ તેવું આચરણ આત્મસાત્ કરીએ તો જ તાત્ત્વિક આત્મકલ્યાણ થાય એ પણ નિશ્ચિત હકીકત છે. પરમાત્માના આશય મુજબ સમજણ કેળવી, વિવેકદૃષ્ટિ મેળવી, સમ્યક્ આચરણમાં મસ્ત બની જવું એ જ પારમાર્થિક મોક્ષમાર્ગ છે. આવો અપૂર્વ મોક્ષમાર્ગ અંતઃકરણમાં પ્રગટે-ટકે-વિશુદ્ધ બને-વધે તેવી પરમાત્માને હાર્દિક પ્રાર્થના. તા.૨૮-૯-૨૦૦૨, કલિકુંડ તીર્થ-ધોળકા. ૫૨૫

Loading...

Page Navigation
1 ... 534 535 536 537 538