Book Title: Sanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 534
________________ ભૂલની આલોચના લેનારા અનંતાને કેવળજ્ઞાન થયું. માટે આપણને ઠપકો આપે ત્યારે વિચારવું કે (૧) જે યોગમાં મોક્ષ આપવાની તાકાત છે તે આજે મળે છે. (૨) તેને ગુમાવવો મને નહિ પોસાય, (૩) તે તક મારે ઝડપવી છે. (૪) મારી પ્રસન્નતાને વેરવિખેર નથી કરવી. (૫) મારે સદ્ભાવ નથી ગુમાવવો. કદાચ પ્રત્યેક પ્રસંગમાં સદ્ભાવ ન ટકે તો પણ પાંચમાંથી કમ સે કમ એક પ્રસંગમાં સદ્ભાવસભરસ્વરૂપે આપણે ટકી રહીએ. એ માટે સંકલ્પ કરીએ. આપણા સંકલ્પ પણ પ્રાયઃ પ્લાસ્ટીક જેવા તકલાદી હોય છે. તેવા સંકલ્પ ન ચાલે. “નિશાન ચૂક માફ, નહિ માફ નીચું નિશાન” એ ન્યાયથી ઊંચા લક્ષ અને દઢ સંકલ્પ સાથે આરાધના કરીએ. ઊંચું નિશાન રાખી તીર છોડનાર કદાચ પ્રારંભમાં ચૂકે તો પણ શાબાશી મેળવે. પરંતુ જો પહેલેથી જ નીચું તીર હોય તો ઠપકો મેળવે. વળી તે ત્યારે ફરિયાદ કરે કે “પેલાના તીરે પણ નિશાન વિંધ્યું નથી.” તો ધનુર્વિદ્યામાં હારી જાય. તેથી ઊંચું લક્ષ રાખી એક મહિના માટે આપણે સંકલ્પ કરીએ કે ક્યારેય પણ સામેનાને અરુચિ થાય તેવું નથી કરવું.” તો કદાચ સંકલ્પપાલનમાં પ્રારંભિક ૧૫ દિવસ ભૂલ થાય પણ પાછલા ૧૫ દિવસની સાવધાનીથી ઝળહળતા સંસ્કાર પડે તો તે ભવાંતરમાં અવશ્ય ઉગે. ઠપકો મળતાં સંઘર્ષ અને અસમાધિ થતી હોય તો બધું અલવિદા થાય. માટે સાવધાની રાખવાની. “મને તારક સ્થાન પ્રત્યે દ્વેષ જાગે છે. કારણ કે ગુરુ વગેરે મને ઠપકો આપે છે” એમ નહિ પણ “મને દોષનો પક્ષપાત છે. માટે તારકસ્થાન પ્રત્યે દ્વેષ જાગે છે. આ સમ્યફ જ્ઞાન છે. બાકી પોપટપાઠરૂપ કોરું શાસ્ત્રજ્ઞાન તે સમ્યક જ્ઞાન નથી. કેવળ ૭ નરક, જીવના પ૬૩ પ્રકાર, ૨૨ અભક્ષ્ય, ૩૨ અનંતકાય વગેરેના કોરા જ્ઞાનથી સમ્યત્વ ન આવે. બાકી તો અભવ્યને પણ સમકિત મળી જાય. પરંતુ તારક સ્થાન પ્રત્યેના દ્વેષમાં સ્વના દોષનો સ્વમાં પક્ષપાત પર૩

Loading...

Page Navigation
1 ... 532 533 534 535 536 537 538