________________
વિચારીએ તો ભૂલ દેખાય.
બધા સાડા બાર વાગે વાપરીને ઉભા થયા અને મને ગોચરી હોલમાં દોઢ વાગ્યો તેમાં મારી જ ભૂલ છે. મારી ભૂલ ન હોય તો મને ટોકવાની કોઈને ઈચ્છા ન જ થાય.” એમ વિચારવું. બાકી જેની ભૂલ કાઢીએ તેના દુશ્મન બનવાનું છે એમ વિચારી કોઈ ભૂલ જ ન કાઢે. અને છતાં પણ ગુરુ ભૂલ કાઢે છે. કારણ કે શાસ્ત્રમાં કહેલ છે કે “શિષ્ય ભૂલ કરે તેમાં ગુરુને શિષ્ય કરતાં ચાર ગણું પાપ લાગે. માટે ગુરુ ભૂલ કાઢે ત્યારે “તેઓ મને ઘડી રહ્યા છે” એમ વિચારવું. “મારા પ્રત્યે ભાવકરુણા છે. માટે તેઓ મને કહે છે. ભૂલને સાંભળવાથી મને તેમના પ્રત્યે થોડો-ઘણો અણગમો થશે અને કદાચ તેમની સેવા હું ઘટાડી દઈશ- તેવું જાણવા છતાં પણ મારું ભવિષ્ય ન બગડે- આત્મકલ્યાણ ન અવરોધાય તે માટે કહે છે” એ જાણીએ અને પ્રસન્નતા ટકાવીએ તો ગુરુદેવ સંકોચ વિના કરુણાબુદ્ધિથી બીજી વાર ભૂલ કાઢે અને આપણને સુધારે. બાકી “ગોચરી-પાણી વધુ વાપરીને તબિયત બગાડનારો આ ગુરુને પણ તોડી નાખે છે, તતડાવે છે તો મારું તો ક્યાં સાંભળવાનો ?” એમ વિચારી કોઈ પણ આપણી ભૂલ ન કાઢે. આ રીતે સંયમી આપણી ઉપેક્ષા કરે તેનાથી મોટું દુર્ભાગ્ય બીજું કોઈ નથી. શાસ્ત્રવ્યવસ્થા એ છે કે સાધુ સારણા-વારણા કરે અને ગુરુ ચોયણા-પડિચોયણા કરે.
આપણી મૂળ વાત આખો દિવસ ખાવાની-અતિખોરાકની હતી. અતિખોરાકને લીધે, અજીર્ણ વગેરે થાય. તેનાથી ગ્લાન થવાથી આપણને અસમાધિ થાય અને બીજાને દોડધામ કરવી પડે. સ્વ-પરના સ્વાધ્યાયમાં પણ વ્યાઘાત થાય. માટે હિત-મિત વાપરવું. જે હિતમિત-અલ્પ વાપરે છે તેમને વૈદ્યની જરૂર નથી પડતી. તે પોતે જ પોતાના ડૉકટર છે –એમ પિંડનિર્યુક્તિમાં જણાવેલ છે. આ રહ્યું તે વચન
हियाहारा मियाहारा अप्पाहारा य_जे नरा । ન તે વિજ્ઞા તિનિતિ ૩Mા તે તિષ્ઠિTI || (વિ.નિ.૬૪૮)
૫૧૩