________________
કેવી છેતરામણ !
ભવચક્રમાં દુર્લભ એવી ચાર ચીજ સરળતા, નમ્રતા, ઉપશમભાવ અને અનાસક્તભાવે દેહાધ્યાસત્યાગ-આ મળે તો મુક્તિ નજીક છે. એની વાત આપણે વિચારી ગયા. પરંતુ ઊંડાણથી વિચારીએ તો આ ચારેય ચીજ પણ અનંતીવાર મળેલ છે. હરિવર્ષ - હિમવંત વગેરે યુગલિકક્ષેત્રોમાં આપણે અનંતીવાર યુગલિક તરીકે જન્મેલા છીએ. ભરત ઐરાવતમાં પણ યુગલિક કાળમાં અનંતીવાર યુગલિક તરીકે ગોઠવાયા. યુગલિકોમાં કષાય અને વિષય અત્યંત મંદ હોય. ગૂઢ માયા, ફૂડકપટ, તીવ્ર ક્રોધ, પ્રબળ અહંકાર, શરીરની ગાઢ મૂર્છા વગેરે ન હોય, અતિમંદ હોય. અરે ! માનવભવમાં અહીં પણ નાના હતા ત્યારે સરળતા, નમ્રતા વગેરે હતી જ ને ! ગરીબાઈમાં પણ ઘણીવાર માણસ પાસે નમ્રતા વગેરે હોય જ છે ને !
અનંતીવાર સમવસરણમાં ગયા ત્યારે ત્યાં તો નમ્રતા, સરળતા, ઉપશમભાવ વગેરે આપણી પાસે હતા જ ને ? અભવ્ય વગેરે જે નિરતિચાર ચારિત્ર પાળીને નવ પ્રૈવેયકમાં જાય તે ચારિત્ર પાળતી વખતે તે પણ સરળ, નમ્ર, શાંત હોય જ છે ને ! કષાયની કે વિષયની ઉગ્રતા આવે તો દ્રવ્યચારિત્રના પાલનથી ક્યારેય નવમો ચૈવેયક ન મળી શકે. બરાબર ને ? તેથી આવી સરળતા વગેરે પણ છેતરામણીવાળી જ સમજવાની. કારણ કે તે સરળતા વગેરે ગુણો સોપાધિક છે, પરાવલંબી છે, ક્ષણિક છે, ઔદયિકભાવસ્વરૂપ છે.
-
યુગલિક પાસે કાલપ્રયુક્ત કે ક્ષેત્રપ્રયુક્ત સરળતા વગેરે છે. ગરીબાઈમાં લાચારીજન્ય નમ્રતા વગેરે છે. બચપણમાં અજ્ઞાનપ્રયુક્ત નમ્રતા, ઉપશમભાવ વગેરે છે. પહેલવાન પાસે નબળો માણસ જે ઉપશમભાવ, નમ્રતા વગેરે રાખે છે તે શારીરિક શક્તિના વૈકલ્યથી પ્રયુક્ત છે અથવા દુ:ખભયજન્ય છે. મતલબ કે બાહ્ય
૫૩