________________
જ મોટું નુકશાન છે.
“બીજા મને બહુ બોલાવતા નથી.
મને આદર, સત્કાર મળતો નથી.
મારી જોઈએ તેવી કદર થતી નથી. તેણે મને વિના કારણે ટોણો માર્યો. મારું તેણે જાહેરમાં અપમાન કર્યું.
અહીં મારામાં કોઈને ય રસ નથી.”
આવા તો અનેક નાના નાના સ્ટેશનો છે, જે સાધનાગાડીને ધીમે પાડે છે, રોકી રાખે છે. બાહ્ય સ્ટેશનો તો કદાચ ગાડીને રોકી રાખે, જ્યારે સાધનાગાડીમાં આવતા સ્ટેશનો તો સ્પીડ ઘટાડવાના બદલે અથવા રુકાવટ કરવાના બદલે સાધનાગાડીને ઊંધો ધક્કો મારી રિવર્સમાં પુરપાટ દોડાવે એવું પણ બની જાય !
બાહ્ય સ્ટેશનો ઉપર ગાડી ઉભી રહે તો તેનો ખ્યાલ આવે છે. જેથી ફરીથી ગાડી સ્ટાર્ટ કરવાનું ડ્રાઈવરને ભાન થઈ શકે છે. જ્યારે આંતરિક સ્ટેશનો એવા છે કે ‘આપણી સાધનાની ગાડી ધીમી પડી / ઉભી રહી / પાછળ જાય છે.' એવો ખ્યાલ પણ આવતો નથી. બાહ્ય આરાધના કરવા છતાં વાસ્તવમાં આપણી મોક્ષની ગાડી પાછળ જતી હોય, તેમ છતાં “સાધનાગાડી પૂરપાટ આગળ વધી રહી છે” તેવો માનસિક આભાસ પણ પેદા કરી મૂકે એવા આંતરિક સ્ટેશનોથી સતત સાવચેત રહેવું. તપ, ત્યાગ, સ્વાધ્યાય, અધ્યાપન, શાસનપ્રભાવના, વ્યાખ્યાન આદિ યોગોના માધ્યમથી અહં, પ્રશંસા, પ્લેટફોર્મ અને પ્રસિદ્ધિની ભૂખ વગેરે પુષ્ટ થાય ત્યારે આવું થવાની શક્યતા વધી જાય છે.
“એક પણ સ્ટેશન કર્યા વિના શિવનગર પહોંચવું છે.” એવો સંકલ્પ હોવા છતાં ઘણા સાધકો જાણે-અજાણે ડગલે ને પગલે ફ્લેગ સ્ટેશનો / લોકલ સ્ટેશનો / પરચુરણ સ્ટેશનો કરે જ જાય છે. એવું કલિકાલમાં વિશેષ કરીને થતું હોય છે.
૮૧