________________
૨૧-૨૪) વાત કરે છે કે ચરમાવર્તમાં આવેલો એવો જીવ યોગની ૧ લી દૃષ્ટિમાં પ્રવેશ કરે ત્યારે સૌ પ્રથમ અદ્વેષ ગુણ તેનામાં આવે છે. યોગની પૂર્વસેવામાં પણ મુક્તિનો અદ્વેષ હોય- આવું યોગબિંદુ ગ્રંથમાં (શ્ર્લોક ૧૦૯) બતાવેલ છે. માટે જ મોક્ષ, મોક્ષદેશક પરમાત્મા, મોક્ષમાર્ગના દાતા એવા ગુરુદેવ, મોક્ષમાર્ગના મહાયાત્રી એવા મહાત્મા અને ધર્માત્મા ઉપ૨ તમામ પરિસ્થિતિમાં અદ્વેષ હોય તો જ આપણે પ્રારંભિક મોક્ષમાર્ગે છીએ- એમ સમજવું. ઉપર જણાવી ગયા તેમાંથી એક પણ ઉપર દ્વેષ હોય તો યોગની પહેલી દૃષ્ટિમાં કે યોગની પૂર્વસેવામાં પણ પ્રવેશ થતો નથી. પ્રતિકૂળ વ્યવહાર કરનાર એકાદ વૈરાગી મહાત્મા પ્રત્યે દ્વેષ થયો કે પ્રાથમિક મોક્ષમાર્ગ-પ્રથમદષ્ટિ-યોગ પૂર્વસેવાની સીમામાંથી આપણે તત્કાળ બહાર નીકળી જ ગયા- એમ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા ફરમાવે છે. માટે ‘આપણે ક્યાં જવા નીકળ્યા છીએ ? આપણે શું કરીએ છીએ? ભગવાનની દૃષ્ટિએ વાસ્તવમાં મારી વર્તમાન ભૂમિકા કઈ છે ? અને હું મારી જાતને ક્યાં પહોંચેલી સમજું છું ?’ આ બધું સંવેદનશીલ હૃદયથી વિચારીએ તથા જે જાણીએ છીએ કે ભણીએ છીએ તે આત્મલક્ષી બને- કેવળ આત્મોત્થાન માટે બને તો ભગવાનનો તાત્ત્વિક-સાત્ત્વિક એવો આધ્યાત્મિક માર્ગ મળે,
પૂજ્ય હરિભદ્રસૂરિ મહારાજાએ ષોડશક ગ્રન્થના ૪ થા ષોડશકમાં धर्मश्रवणेऽवज्ञा तत्त्वरसाऽऽस्वादविमुखता चैव । धार्मिकसत्त्वाऽसक्तिश्च धर्मपथ्येऽरुचेर्लिङ्गम् ।। (४ / १२ )
આવું કહેવા દ્વારા જીવને ધર્મમાં અટકાયત કરનારી ત્રણ વસ્તુ બતાવી છે. તેમાં એક એ પણ છે કે જેને સાધર્મિકનો સંગ ન ગમે તો તે અણગમો પણ ધર્મમાં અટકાયત કરે છે. દા.ત. (૧) મકાનમાં પોતાની જગ્યાએ સામાન પહોળો કરીને બેસવું ગમે. (૨) વિહારમાં બીજા સંયમીની સાથે રહેવું ન ગમે. (૩) બીજા મહાત્માની જોડે રાત્રિસ્વાધ્યાય કરવાનું ટાળીએ. (૪) બીજા મહાત્માની જોડે કાપ કાઢવાનું ન ગમે. (૫) ગોચરી જતાં ઘરમાં કોઈ મહાત્મા ભેગા થઈ
४५१