Book Title: Sanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 499
________________ તેવી ભૂમિકા છે? આત્મદશા ઉન્નત બનાવી હોય તો જ રાત્રે સૂતી વખતે મોતને લલકારવાની, પરલોકને સ્વીકારવાની તૈયારી રાખીને કે - કદાચ સવારે ન ઉઠું તો વાંધો નથી-- એ રીતે સૂઈ શકાય. એવી ભૂમિકા તૈયાર થઈ છે ખરી? કે રાત્રે સૂતા સૂતા પણ જીવ અદ્ધર જ રહે એવી ભૂમિકા છે ? અને છતાં સૂઈએ તો શાંતિથી જ ને ! મુનિજીવનમાં તો આવું ન જ ચાલે. માટે આપણી જાતને આપણે ખુદ ચાબખા મારીને, નક્કી કરીએ કે અમુક સૂત્રમાં તો ૧૦૦ % ઉપયોગ રાખવો જ છે. “કદાચ સંપૂર્ણ શબ્દોનો ઉપયોગ ન રહે પણ આંશિક ઉપયોગ તો રાખવો જ છે.” એવું પ્રણિધાન કરીએ અથવા સંપૂર્ણ સૂત્રનો ઓઘથી પણ ઉપયોગ રાખીચિત્ર ઉભું થાય તો પણ લાભ થાય. દા.ત. લોગસ્સમાં “તિર્થીયરી પરીયંત આવે ત્યારે તો ઉપયોગ અચૂક આવે કે- તીર્થકરો મારા પર કૃપા કરે છે. સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર બોલતા “ રિસ્થા નાનું નિસિદિમા’ શબ્દો બોલતા ક્રમે કરીને ગિરનાર, સહસાવન અને દત્તાત્રેય દેખાય ખરાં? જ્યારે ગાથા બોલીએ ત્યારે તેને યાદ કરીએ ખરા ? અરિહંત ચેઈયાણં સૂત્રમાં “સદ્ધા, મેદ....' પદ બોલીએ ત્યારે શું અર્થનો ઉપયોગ આવે ? તમામ આરાધનાઓ ઝળહળતી શ્રદ્ધા અને પૂર્ણ ઉપયોગ સાથે કરવાની છે. કાયમ એવી જાગૃતિ હોય ખરી? કારિય-ઉવજ્ઞાઈ' બોલતા બોલતા ૮૪ લાખ જીવોને ક્ષમાપના કરતા-કરતા ૧૪ રાજલોકમાં નજર ફરી વળે. દિવસમાં બે વાર બોલાતી માત્ર આ ત્રણ ગાથાના દઢ સંસ્કાર અંદરમાં પાડેલ હોય તો સર્વ જીવો સાથે ક્ષમા આત્મસાત થઈ જાય. અઈમુત્તા મુનિની અને આપણી ઈરિયાવહી સૂત્રની શબ્દરચના સરખી, છતાં આદર-ઉપયોગ સ્વરૂપ ભાવપ્રાણ પૂરવાના છે તે ખૂટે છે. તેથી જ આપણે અત્યાર સુધી ઢગલાબંધ ઇરિયાવહી કરી પણ પરિણામ ન આવ્યું. આના ઉપરથી આપણને સૂત્રમાં સાચી શ્રદ્ધા કેટલી છે ? એ પણ પ્રશ્ન ઉભો થાય છે. પૂજ્ય જયભદ્રવિજયજી મ.સા.ની દીક્ષા લીધા પછી તબિયત ४८८

Loading...

Page Navigation
1 ... 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538