________________
બગડે છે ત્યારે વિચાર કરે છે કે “બીજાને મેં અશાતા અને અસમાધિ પૂર્વે આપી છે. માટે મને અત્યારે અશાતા આવી છે. તેથી વિરાધનાની ક્ષમાયાચના કરૂં.” રોજ ઈરિયાવહીની માળા ગણવાની ચાલુ કરી. પ્રાયઃ રોજની ૫૦ માળા ગણતા. આપણી રોજની એક નવકારવાળી ગણવાની વાતમાં પણ ખાડા પડતા હોય તો તે કેમ ચાલે ? આપણને નવકાર અને બીજા સૂત્રોમાં આસ્થા કેટલી? અને તેમની ઈરિયાવહીમાં આસ્થા કેટલી? એક એક શબ્દ ઉપયોગપૂર્વક બોલીએ- પરિવયા, વીનામીયા... વગેરે તો “સૂત્ર ઉપર શ્રદ્ધા છે” એમ કહી શકાય. હાથપગ સચિત્ત માટી-પાણી વગેરેથી ખરડાયેલા હોવાથી થયેલી વિરાધનાનો ડંખ હોય તો “ઈરિયાવહી” સૂત્રમાં ‘ને મે નવા વિદિયા’ પદ આવતાં જે જીવોને પીડા પહોંચાડી હોય તે જીવો પ્રત્યે ક્ષમાપનાનો પરિણામ જાગે. પૂજ્ય જયભદ્રવિજયજી મહારાજ જીવો પ્રત્યે ક્ષમાયાચનાના ભાવ સાથે “ઈરિયાવહી સૂત્રની માળા ગણતા હતા. નવકાર મંત્રની, લોગસ્સની અને સંતિકરની માળા ગણવાની વાત જાણમાં છે. પણ ઈરિયાવહી સૂત્રની માળા ગણવાનો કોઈ ઉલ્લેખ શાસ્ત્રમાં આવતો હોય તેવું ખ્યાલમાં નથી. પણ સૂત્રરુચિ અને પાપભીરુતા હોય તો તેની માળા ગણવાનો વિચાર આવે. બાકી ન આવે.
જો અંતરમાં દઢતાથી થોડું પણ પકડેલું હશે તો તે ભવાંતરમાં ઉગી નીકળશે. માટે સંકલ્પ સાથે જાગૃતિથી આરાધના કરીએ. ક્રિયામાં બીજા આગળ જાય તો તેને જવા દઈએ અને આપણે ચીવટથી ઉપયોગપૂર્વક શાંતિથી ક્રિયા કરીએ તો સંસ્કાર પડે અને વલ્કલચીરીની જેમ આપણને તે ક્રિયા કેવળજ્ઞાન સુધી પહોંચાડે. આમ પાડેલા સંસ્કારનું પરિણામ ૧૦૦ % મળે.
મૂળ વાત સચિત્ત માટી વગેરેથી ખરડાયેલા હાથ-પગથી થતી વિરાધનાની ચાલે છે. આપણા નિમિત્તે થતી વિરાધનામાં પર પક્ષે અસમાધિ થાય અને ઉપેક્ષા-કઠોરતા-હિંસાદિના પરિણામો આપણને આલોકમાં-પરલોકમાં અસમાધિ કરાવે. માટે તેમાં ઉપયોગ અને જયણા રાખીએ તો સમાધિ પામીએ.
-૪૮૯