Book Title: Sanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 508
________________ તે રીતે ગુરુદેવ-વિદ્યાગુરુ વગેરે પ્રત્યે દ્વેષ-દુર્ભાવ-અસદ્ભાવ વગેરે મનમાં હોય, જીવનમાં સાધુ-સાધ્વી જોડે કજીયા-કંકાશ વગેરે હોય ત્યાં સુધી જિનવાણી વરસે નહિ = યાદ રહે નહિ અને ગોખીએ તો પણ અણીના સમયે યાદ આવે નહિ, ભૂલાઈ જાય. ગુરુ-વિદ્યાગુરુ વગેરે પ્રત્યે અહોભાવ હોય તો જ્ઞાન ઉગી નીકળે. કયા કયા શાસ્ત્રમાં ખૂણે ખાંચે શું કહેલું છે ? મહત્ત્વપૂર્ણ બાબત ક્યા શાસ્ત્રમાં ક્યા સ્થળે છે ? તે ખરા અવસરે અચૂક યાદ આવે. પણ તે માટે શાસનશાસનપતિ-ગુરુ-ગુરુભાઈ-શાસ્ત્રકાર-શાસ્ત્ર આ બધા ઉપર અહોભાવ જોઈએ. એક પણ ઉપર આદર ન હોય તો ન ચાલે. તારકસ્થાન પ્રત્યે અહોભાવ હોય તો બીજા ભણતા હોય તેમાંથી પણ ઉપયોગની મહત્ત્વપૂર્ણ વસ્તુ આપણને સંભળાઈ જાય. પૂ. હરિભદ્રસૂરિ મહારાજાએ યોગદૃષ્ટિ સમુચ્ચયમાં કહેલ છે કે શાસ્ત્ર ન ભણે તો પણ જ્ઞાનાવરણનો ક્ષયોપશમ સહજ રીતે થાય. તેમાં તારકસ્થાન પ્રત્યે અદ્વેષ, તત્ત્વજિજ્ઞાસા, ૫૨મશુશ્રુષા વગેરે ગુણો કારણ તરીકે બતાવ્યા. મોક્ષ-મોક્ષદર્શક-મોક્ષમાર્ગદાતા-મોક્ષમાર્ગયાત્રી વગેરે તારક સ્થાન પ્રત્યે અદ્વેષ, “ભગવાનનો માર્ગ કેવો અદ્ભુત છે ! ક્યારે પૂર્ણ તાત્ત્વિક વીતરાગમાર્ગ જાણવા મળશે ?’” આવી તત્ત્વરુચિ જિજ્ઞાસા, જિનવચન સાંભળવાની ઉત્કંઠા = શુશ્રુષા, તત્ત્વ સંભળાવનાર પ્રત્યે રુચિ = ધર્મગુરુ પ્રત્યે રુચિ. વ્યવહારથી ભણવાના સંયોગ ન હોય છતાં પણ આ અદ્વેષ-જિજ્ઞાસા વગેરે આંતરિક તાત્ત્વિક ગુણો દૃઢ હોય તો જ્ઞાનાવરણનો ક્ષયોપશમ સ્વાભાવિક થાય. જાતે ભણવાથી, વાંચવાથી ક્ષયોપશમ થાય જ- એવો નિયમ નથી. માટે જ ગુરુગમથી શાસ્ત્રને ભણવાનું અને ગુરુ પાસે તત્ત્વ સાંભળવાનું કહ્યું છે. યોગદૃષ્ટિસમુચ્ચય ગ્રન્થમાં ‘શુશ્રુષા’ એવો શબ્દ મૂક્યો, પણ ‘પિપઠિષા’ એવો શબ્દ નથી મૂક્યો. ‘પિપઠિષા' માં કેન્દ્રસ્થાને પુસ્તકપ્રતના છાપેલા પાના આવે અને શુશ્રુષામાં કેન્દ્રસ્થાને ગુરુ આવે. ગુરુગમથી ભણવામાં ગુરુનું આસન પાથરવું, ભગવાન ગોઠવવા, ૪૯૭ =

Loading...

Page Navigation
1 ... 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538