Book Title: Sanyamina Kanma Dilma Sapnama Rome Romma Vyavaharma
Author(s): Yashovijay Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 510
________________ જમીનમાં ખાડો ખોદો તો પાણી નીકળે.' આ અધૂરું સત્ય છે. મહત્ત્વની શરત એ છે કે ખોદકામ જ્યાં થાય છે તે જમીન રણની ન હોવી જોઈએ. પણ અંદ૨માં પાણીનું વહેણ પસાર થાય તેવી જમીન હોવી જોઈએ. જમીન ખોદવાના સ્થાને ગોખવાની-ભણવાની પ્રવૃત્તિ છે. અને વહેણના સ્થાને બહુમાન- વિનય-ભક્તિ-જયણા-થૂંક લાગવાથી આશાતના ન થાય વગેરે તત્ત્વો છે. ખોદવા કરતાં પણ ભૂમિગત જલપ્રવાહ-વહેણ મહત્ત્વના સ્થાને છે. તેમ ગોખવા કરતાં પણ બહુમાન વગેરે મહત્ત્વના સ્થાને છે. કલહ-કજીયા-કંકાશસ્વરૂપ પર્વતમાં આરાધકભાવનો કૂવો ખોદી ન શકાય. તેમાંથી પાણી નીકળવાની આશા રાખવી અસ્થાને છે. માટે કલહ કરે તે જ્ઞાનામૃત કયાંથી પામી શકે ? શાસ્ત્રો મનમાં વાંચવા તે વાસ્તવમાં સ્વાધ્યાય ન ગણાય. ઘોષપૂર્વક શાસ્ત્રપાઠ- શ્લોકોચ્ચાર થવો જરૂરી છે. બાકી ‘ઘોસદીનું’ નામે જ્ઞાનની આશાતના થાય. પરંતુ બોલવામાં થૂંક વગેરે ઉડીને લાગવાની શક્યતા છે. માટે મુહપત્તિના ઉપયોગપૂર્વક અને ઉચ્ચારપૂર્વક વાંચવું. એકલા વાંચતી વખતે પણ બોલીને વાંચવું. આ રીતે શાસ્રવચન જીભ પર ચડે. ઘણી વાર એવું થાય કે શાસ્ત્ર મનમાં વાંચે, પ્રતિક્રમણ મનમાં ભણાવે. પછી જીભની ખણજ પોષવા પારકી પંચાત કરે. તેના બદલે મોઢેથી શાસ્ત્રો બોલીને જીભને થકવીએ તો લૂલી જીભ પારકી પંચાત ન કરે. માટે જે પણ ગ્રન્થ વાંચીએ, પુનરાવર્તન કરીએ તે બોલીને કરીએ. પુનામાં સોનારધર્મશાળામાં મારૂં દીક્ષાજીવનનું બીજું ચોમાસુ હતું. પ.પૂ. દાદાગુરુદેવશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજે મારી સામે જોયું અને હું તેઓશ્રી પાસે ગયો “કાંઈ કામ-સેવા ?” “શું કરતો હતો?'' “સ્વાધ્યાય”. “વાંચીને કે બોલીને?” “વાંચીને”. “ફક્ત વાંચે તો સ્વાધ્યાય ન ગણાય. બોલીને વાંચે તો જિનવાણી ઉડીને જીભ પર આવે, કારણ કે તેમાં જિનવાણીનો પ્રેમ આત્મસાત્ થાય છે. જિનવાણી ૪૯૯

Loading...

Page Navigation
1 ... 508 509 510 511 512 513 514 515 516 517 518 519 520 521 522 523 524 525 526 527 528 529 530 531 532 533 534 535 536 537 538