________________
(૨૫).
$
(૨૮).
[ , $ $
(૨૪) સુખશીલતા રાગના સંકલેશને સમાધિ માનવાની ભૂલને પેદા કરાવે છે.
- સુખશીલ જીવ અતિપરિણત હોય, પરિણત ન હોય. (૨૬) છેદશાસ્ત્રોના અને શુદ્ધ નિશ્ચયનયના પરિશીલનની યોગ્યતાને
સુખશીલતા ખતમ કરે છે. (૨૭). સુખશીલને કષ્ટસાધ્ય સંયમજીવન પણ રસ-કસ વિનાનું
અસાર લાગે, રેતીના કોળીયા ચાવવા જેવું નીરસ - વિરસ લાગે.
સુખશીલતા સ્વયં અસમાધિ સ્વરૂપ છે. (૨૯) સુખશીલ માણસ બીજાને અસમાધિ પેદા કરે છે. (૩૦) પોતાની સેવા કરાવવા બીજાની ખુશામત કરવાનું નીચ કાર્ય
સુખશીલતા કરાવે છે. (૩૧) સુખશીલ વ્યક્તિને ખાવા, પીવા, ઊંઘવા, વિકથાશ્રવણ
વગેરેમાં ઠંડકનો અનુભવ થાય. તેથી ખાવા-પીવા વગેરે
કાર્યો તે શાંતિથી કરે. (૩૨) તેથી જ સુખશીલ વ્યક્તિ પ્રતિક્રમણ, પડિલેહણ વગેરેને
ઉતાવળથી પતાવે. આવશ્યક નિર્યુક્તિમાં ૩૨ યોગસંગ્રહ બતાવેલ છે. જેને પકડવાથી જીવ ઝડપથી મોક્ષમાર્ગે આગળ વધે છે. જ્યારે સુખશીલતા તો ઉપરના ૩૨ કુયોગ સંગ્રહને કરાવીને ભવભ્રમણને દીર્ઘ બનાવે છે. ૧૪ પૂર્વધરો પતિત થઈને નિગોદમાં જાય છે તેમાં પણ મહત્વનો ફાળો સુખશીલતાનો જ છે. માટે સુખશીલતા તરફ લાલ આંખ રાખી તેને ખતમ કરનાર વૈયાવચ્ચ, વિનય, જયણા વગેરે યોગને કેળવવા તત્પર બનવું, અપ્રમત્ત બનવું.
૧૮૬