________________
કદાચ સન્ત તૂટે, મનોબળ ઘટે, ધીરજ ખૂટે, તો પણ સામેથી આવેલા રોગોને વધાવી લેવા પરમાત્માને આપણે મનોમન પ્રાર્થના કરવી જોઈએ કે -
હે પ્રભુ ! ભૂતકાળમાં મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ કરવાના પરિણામરૂપે આવી પડેલ રોગાદિ દુઃખોને મજેથી વેઠી શકું એવું સત્ત્વ મારામાં તું જગાડ. ભોગની મજાથી મળેલ રોગની સજા ઘટાડવાની તને વાત નથી કરતો પણ એ સજા ભોગવતાં મનમાં સંકલ્પ-વિકલ્પ કે આર્તધ્યાન ન થાય એ જોવાની જવાબદારી તારા ઉપર છોડતો જાઉં છું. સજા ભોગવવા તૈયાર છું. મનમાં કોઈ આઘાત-પ્રત્યાઘાત ઊભા ન થાય એ બાબતમાં તું સહાય કરજે. ખૂટતું સત્ત્વ, મનોબળ, ધીરજ અને ઉત્સાહ આપવાનું કામ તું કરજે. બાકીનું કામ સંભાળવા હું તૈયાર છું.”
આ પ્રાર્થનાથી પણ સચ્ચાઈનો એવો રણકાર આત્મઘરમાં પ્રગટે છે કે જે સત્ત્વ, સંકલ્પ, સહનશીલતા, સમાધિ, સ્વસ્થતા અને સમતાને ચોક્કસ જગાડે છે. વિહળતાને ભગાડે છે, ચિદાનંદમય નિજસ્વરૂપમાં મનને લગાડે છે, મોહને-દેહાધ્યાસને તોડવાનો જયડંકો વગાડે છે.
એક બાબત તો ચોક્કસ શિલાલેખની જેમ હૃદયવેદિકામાં કોતરી રાખવા જેવી છે કે- “મારા જીવનમાં બનતી સારી-નરસી પ્રત્યેક ઘટના મારા વિકાસ માટે જ છે, વિનાશ માટે નહિ. ઉત્થાન માટે જ છે, પતન માટે નહિ. ઊર્ધ્વગતિ માટે જ છે, અધોગતિ માટે નહિ.” પછી પ્રત્યેક પરિષહ આશીર્વાદરૂપ લાગે, અભિશાપરૂપ નહિ. શરીરનો ગમો કે રોગનો અણગમો પણ પછી ખતમ થાય.
જેમ ઝૂંપડપટ્ટી છોડીને નવા બંગલામાં રહેવા જતાં માણસના મનમાં ખેદ ન હોય, તેમ જીવલેણ રોગ અને મરણાંત પીડાના લીધે આ જીર્ણ શીર્ણ શરીરને છોડીને નવા શરીરના માધ્યમથી
૩૦૬