________________
જિનવાણી વિશે સાત પ્રકારના પ્રવાહ પરિકરું_
ઉપદેશમલામાં ધર્મદાસ ગણિવરે “નિવયમ્સ TITયર ! ગ્રામ મા વેદસિ પમા” આવું કહેવા દ્વારા જિનવચન ઉપર ક્ષણ વાર પણ પ્રમાદ ન કરવાની હિતશિક્ષા ફરમાવેલ છે. પ્રમાદનો ત્યાગ કર’ આવું કહેવાના બદલે “જિનવચન ઉપર પ્રમાદનો ત્યાગ કર” આવું કહીને તેમણે કમાલ કરી છે. આની પાછળ મોટું રહસ્ય છુપાયેલ છે. જિનવચન વિશે પ્રમાદ સાત પ્રકારે સંભવે
(૧) જિનવચન ગોખવામાં, કંઠસ્થ કરવામાં આવતો કંટાળો. “મહિને ૧ ગાથા મોઢે થાય તો પણ ગોખવાનો પુરુષાર્થ નહિ છોડવાનો -આવી જે વાત પુષ્પમાળા ગ્રન્થમાં શ્રી હેમચંદ્રસૂરિજી મહારાજે જણાવેલ છે તે આ પ્રથમ પ્રકારના પ્રમાદનો પરિવાર સૂચવે છે. નિત્ય નવું નવું શ્રુતજ્ઞાન મેળવવાની ઉત્કૃષ્ટ આરાધના કરવાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. માટે તો વીસસ્થાનકમાં અભિનવશ્રુતજ્ઞાન નામનું પદ સ્વતંત્રપણે બતાવેલ છે. જૂની ગાથાઓ ભૂલાઈ જતી હોય તો પણ નવી ગાથાને ગોખવાનો પુરુષાર્થ તો ન જ છોડવો. અન્યથા અન્ય શાસ્ત્રનો બોધ જ ન થાય. શક્ય હોય તો ગાથા કે શ્લોકનો સામાન્ય અર્થ સમજીને ગોખવું, જેથી તેના વિશિષ્ટ સંસ્કાર પડે, વૈરાગ્યવૃદ્ધિ થાય, પદાર્થબોધ થાય, કંટાળો ન આવે, તથા પરિણતિ પણ નિર્મળ થાય.
ગોખવાનો પુરુષાર્થ કરવો એ આપણું કર્તવ્ય છે. ગાથા ચડે તો નિર્જરા થાય. બાકી ન થાય'- એવું નથી. પ્રસન્નતાથી જેટલો સમય ગોખીએ તેટલો સમય સતત જ્ઞાનાવરણ કર્મ ખપે છે. ગાથા ન ચઢે એટલે ન ગોખીએ તો જ્ઞાનાવરણ કર્મ ખપે કઈ રીતે ? જ્ઞાનાવરણનો ઉદય તીવ્ર હોવાથી નવું જ્ઞાન કંઠસ્થ ન થાય અને તેથી ગોખવાનું બંધ કરીએ. ગોખવાનું બંધ કરીએ એટલે નવા
૩૦૮