________________
છે
જે બિનજી છે. મુંબઈ પબંધ તો છે
પરમાત્મા પાસે રોજ જયવીયરાય સૂત્રમાં સમાધિમરણ માગીએ પણ સાધનાનો પૂરતો શ્રમ કરી, શ્રમણ બની, સાધનાથી મળતી જીવનસમાધિ પ્રત્યે જો બેદરકાર રહીએ તો પરિણામે સમાધિમરણ ન મળે. જે જે બિનજરૂરી હોય તે તે બધું અધિકરણ બની શકે છે અને અસમાધિ આપી શકે છે. મુહપત્તિ-બોલપેન-કામળી વગેરે કેટલું જોઈએ? આ બાબતની ઉપેક્ષાથી પાપબંધ તો થાય પણ તેના પાછા મલિન અનુબંધો પડે અર્થાત્ પાપાનુબંધી પાપ બંધાય.
શાસ્ત્રમાં દષ્ટાંત આવે છે. - મહાત્મા એક ગુફામાં કાઉસગ્ગ ધ્યાને રહેલા હતા. રાત પડી ગઈ. ખુલ્લા શરીરે મહાત્મા ઉભા છે. વહેલી પરોઢે ભૂખ્યો સિંહ ગુફામાં પ્રવેશ્યો. આખા દિવસમાં શિકાર મળ્યો નથી અને રાત્રે પણ બધે ફરીને ભૂખ્યો સિંહ સૂર્યોદય જેવું થયું ત્યારે ગુફા પાસે આવે છે. મહાત્માને સિંહની ત્રાડ સંભળાઈ. “સિંહ સામે આ દાંડો કામ લાગશે.” આ વિચારથી ગુફાના દરવાજે રાખેલો દાંડો લેવા માટે મહાત્મા હાથ લંબાવે છે પણ વિચારની સાથે જ જાગૃત થઈ ગયા. “મને સંયમ કરતા આ દાંડાની તાકાત પર વધુ ભરોસો છે?” આ વિચારે હાથ અટકી ગયો. સિંહ નજીક આવે છે પણ આ બાજુ મહાત્માને “ક્યારેય પણ હું અસંયમમાં જોડાયો નથી અને આ રીતે મારે અસંયમમાં ક્યાં જોડાવાનું ? વિનશ્વર શરીરની સંભાળ કરવાની કે અવિનાશી આત્માને સંભાળવાનો? સમકિતી દેવો જેની ઝંખના કરે છે તેવું આ દુર્લભ અને અમૂલ્ય સંયમ મારી રક્ષા કરશે કે દાંડો ? ધિક્કાર છે મને કે શરીર માટે સંયમને મલિન કરું છું આમ પસ્તાવો કરતાં કરતાં કેવળજ્ઞાન થઈ ગયું.
આપણી પાછળ કૂતરું ભસે તો ? પથરો ઉચકીએ અને દાંડો દેખાડીએ કે સમભાવે ચાલીએ ? આવા સંયોગમાં ખ્યાલ આવે કે આપણને સંયમ પર શ્રદ્ધા કેટલી છે ? ગોચરી જતાં ગાય સામેથી શીંગડુ ઉંચકે અને આપણે દાંડો દેખાડીએ કે કૂતરું ભસે તો દાંડો દેખાડતા દેખાડતા ચાલીએ તે વખતે પણ શું આટલી જાગૃતિ રાખીએ
[૪૧૫