________________
પહોંચેલ હોઈએ અને આપણો પુણ્યોદય બીજાને આંજે તો પણ સ્વ-પરને નુકશાન. પોતાનો પુણ્યોદય પોતાને જ આંજે, પોતે પુણ્યોદયને જ ઝંખે તેણે આગમના પરમાર્થને કઈ રીતે પચાવેલ હોય ? માટે જ તેવા બહુશ્રુત, બહુજનમાન્ય, શિષ્યપરિવારસંપન્ન પ્રભાવકને શાસનશત્રુ તરીકે ઉપદેશમાલામાં બતાવેલ છે કે “નન્હેં ગન્ન વદુસ્તુઓ, सम्मओ अ, सीसगणसंपरिपुडो अ । अविणिच्छिओ अ समए तह તહ સિદ્ધંતડિળીઓ ॥ (રૂરરૂ)” બીજાનો પુણ્યોદય આપણને આંજે તો પણ ગુણવાનને છોડીને માર્ગભ્રષ્ટ બનવાની ઘણી શક્યતા ઊભી છે. કેવળ પુણ્યોદયથી અંજાઈ જવું તે બાલકક્ષા છે. સદાચારથી અંજાઈ જવું તે મધ્યમ ભૂમિકા છે. સદ્ગુણથી અંજાઈ જવું તે ઉત્તમ ભૂમિકા છે.
“આપણને મળતી અનુકૂળતા, પ્રસિદ્ધિ વગેરે (૧) જિનશાસનની બલિહારી છે, (૨) શ્રાવકની ઉદારતા અને ભક્તિનું પરિણામ છે, (૩) દેવગુરુની બેહદ કૃપા છે. (૪) સંયમવેશનો પ્રભાવ છે,” આવી ખાનદાની સભર જાગૃતિ અને કૃતજ્ઞતા પરિણતિ હોય તો પુણ્યોદયને પચાવવો સરળ બને છે.
પુણ્યોદય મારક નથી, પરંતુ તે સુપાચ્ય પણ નથી- એ ય ભૂલાવું ન જોઈએ. માટે જ તપસ્વી, ત્યાગી, સંયમી, પ્રભાવકો, પ્રવચનકારો, સ્વાધ્યાયપ્રેમીઓ, ઉગ્રવિહારીઓ યત્ર તત્ર સર્વત્ર દેખાશે. પરંતુ પ્રસિદ્ધિથી દૂર ભાગનાર અને સ્વપ્રશંસાની એલર્જીવાળા મળવા મુશ્કેલ બનેલ છે. આપણો નંબર આમાં લગાવવા જેવો છે. બહોળો પરિવાર, પ્રવચનશક્તિ, પુણ્યશક્તિ, પંડિતાઇ હોય તે પ્રભાવક એવી વ્યાખ્યા પૂર્વે ઘણીવાર સાંભળવા મળેલ છે. પરંતુ હમણાં ક્યાંક એવું પણ સાંભળવા મળ્યું કે “કાર્ડીયોગ્રામ, એન્જોગ્રાફી, એન્જોપ્લાસ્ટ, ડાયાલિસીસ, બાય-પાસ સર્જરી, બાયપ્સી, સીટી સ્કેન, બોન સ્કેન, M.R.I., E.M.G., H.L.A.B.-27 ટેસ્ટ વગેરે કરાવે તે પ્રભાવક !!!” પુણ્યોદયના પ્રબળ આકર્ષણવાળાએ આ
૩૭૪