________________
પ્રથમ અક્ષણાધિસ્થાન ટળીએ.
સમાધિ રાખવાની વાત આપણે વિચારી. હવે સમાધિને વિસ્તારથી ઓળખીએ. શ્રી હરિભદ્રસૂરિજી મહારાજ આવશ્યકવૃત્તિમાં કહે છે કે समाधानं समाधिः, चेतसः स्वास्थ्यं, मोक्षमार्गे अवस्थितिः इत्यर्थः। સમાધાનવૃત્તિ કેળવવા દ્વારા મનની સ્વસ્થતા ટકાવી હોય તો મોક્ષમાર્ગે ટકી શકાય.
મનની સ્વસ્થતા હોય તો સંયમજીવન પ્રસન્નતાસભર બને. પણ અનુકૂળ એવા ગોચરી-પાણી મળે, ચારે બાજુથી મીઠા શબ્દો સાંભળવા મળે, આપણા ફોટા પડે, પત્રિકા-બેનર વગેરેમાં નામ આવે, લોકપ્રસિદ્ધિ ખૂબ મળે, રાત્રિ સ્વાધ્યાય છોડી રાત્રે વહેલા સૂઈ જઈએ, દર અઠવાડિયે કાપ કાઢવા દ્વારા કપડા ચોખ્ખા થઈ જાય અને ચિત્ત સ્વસ્થ બને-રહે તે સ્વસ્થતા શું સાચી હોઈ શકે ? ના જ હોય. માટે જ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજે કહ્યું કે “મોક્ષમ અવસ્થિતિઃ | પરમાર્થથી મોક્ષમાર્ગે આપણે ન હોઈએ અને ચિત્ત સ્વસ્થ જણાતું હોય તે તો રાગનો સંકલેશ છે. કેરી ખાતાં આવતી મજા તે સમાધિ નથી પણ રાગનો સંકલેશ છે.
પ્રતિકૂળ વ્યક્તિ કે વસ્તુ ઉપર ગુસ્સો તે દ્વેષનો સંકલેશ છે. અને અનુકૂળ ગોચરી વગેરેનું આકર્ષણ તે રાગનો સંકલેશ છે. યોગશતકમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજા સંકલેશ ત્રણ પ્રકારે બતાવે છે. રાગનો સંકલેશ, દ્વેષનો સંકલેશ અને મોહનો સંકલેશ. (યો.શ.ગાથા-૫૩) માટે મજેથી અનુકૂળતા પોષીએ અને રાગ પુષ્ટ બને તે પણ સંકલેશ જ છે. તેનાથી જીવ મોક્ષમાર્ગથી નીચે ઉતરી પડે છે.
ધર્મરુચિ અણગાર કડવી તુંબડી મજેથી આરોગી ગયા ત્યારે તેમને બ્રાહ્મણી પર દ્વેષ નથી. શરીરનો રાગ પણ નથી. તેઓ ત્યારે પોતાના કર્મનો વાંક કાઢે છે. એટલે કે બ્રાહ્મણીનો વાંક જોવા રૂપ અજ્ઞાન
-૪૦૧