________________
જે ગુરુવચનને પ્રમાણ ન કરે તે સંયમમાં ટકી શકતો નથી. ગુરુદેવના વચનને, સૂચનને, ઈચ્છાને જે જીંદગીમાં કયારેય પાછી ઠેલવાની ભૂલ કર્યા વિના નિર્વિકલ્પ રીતે સ્વીકારે, કોઈ પણ જાતની દલીલ, ખુલાસા, બહાના, બચાવ, સ્વાર્થ, કારણની રજૂઆત કે શરમ વિના અમલમાં મૂકે તેનું સંયમ સાનુબંધ બને. તેનો સંયમપાલનનો ઉત્સાહ રોજ વધે છે, તેના ઉપર અસીમ ગુરુકૃપા વરસે છે. તેને ભવાંતરમાં ય સદ્ગુરુ-પરમગુરુનો સહજ સંયોગ થાય છે. ગુરુની કઠોરતા સંયમની પરિણતિ ઊભી કરવામાં સહાયક છે.” આ હકીકત નજર સામે હોય તો ગુરુના અનુશાસનમાં રહેવાનો ઉત્સાહ વધતો જાય.
આ વાસ્તવિકતાને વિચારીએ તો “ગુરુ ઠપકો ન આપે એવી ઈચ્છા એ ભારે કર્મીપણાની નિશાની છે. “ગુરુ ઠપકો ન આપે એવી ઈચ્છા રાખીએ પરંતુ ગુરુને ઠપકો આપવાની જરૂર જ ન લાગેતેવું જીવન બનાવવાની ઈચ્છા કેટલી રાખીએ. ? ભૂલ ન થાય તેવી સાવધાની ન હોય એનો મતલબ એ છે કે ઊંડે ઊંડે ભૂલ પ્રત્યે કૂણી લાગણી છે. “આપણી ભૂલ એ આપણા કર્મનું પરિણામ છેએવું માનવાના બદલે “આપણી ભૂલ એ આપણી બેદરકારીનું પરિણામ છે'- એમ સમજી પોતાની જાતને આરોપીના પાંજરામાં ઊભી કરીએ તો જ ભૂલ સુધરે.
ગુરુનો ઠપકો એ ડાળી છે અને આપણી બેદરકારી અને પ્રમાદ એ મૂળ છે. “ગુરુ ઠપકો આપે તેમાં ગુરુની કરુણા અને આપણી ભૂલ એ કારણ છે' - આવું હૃદયથી સ્વીકારીએ તો ગુરુનો ઠપકો સહન કરવો સરળ બને. દુર્જન આપણને ઠપકો આપે એમાં “આપણા પુણ્યની કચાશ અને એની સાથે પૂર્વભવમાં આપણા દ્વારા થયેલો અન્યાય કારણ છે – આવું સમજીએ તો દુર્જનનો ઠપકો પણ પ્રેમથી સહન થઈ શકે. મતલબ કે પ્રતિકૂળ કર્મના ઉદયમાં આપણી આરાધનાની કચાશને નજર સામે રાખીને સમાધિ ટકાવવી.
--૩૩૨
૩૩ર