________________
કરે. તેવી મનની વૃત્તિનો નિગ્રહ કરીએ તો જ દેહાધ્યાસ છૂટે, તૂટે. પછી જ તાત્ત્વિક ભેદવિજ્ઞાન થાય. દેહાધ્યાસ ન છૂટે ત્યાં સુધી શાસ્ત્રાભ્યાસથી થનાર ભેદવિજ્ઞાન કેવળ શાબ્દિક હોય, હાર્દિક ન હોય.
મહાકાય હાથી કરતાં તેના કાનમાં પેસનાર તુચ્છ મચ્છરની તાકાત ઘણી છે. તેમ બાહ્ય તપ-ત્યાગ-સ્વાધ્યાય-વિહાર, વગેરે ઉગ્ર આરાધના કરતાં દેહાધ્યાસની મારક તાકાત ઘણી વધુ છે.
વિરાધકભાવ વગરની નાનકડી પણ આરાધના મોક્ષ અપાવી શકે. માટે તો નાગકેતુને પૂજા કરતાં કરતાં, વલ્કલચીરીને પડિલેહણ કરતાં કરતાં, ભરત ચક્રવર્તીને અન્યત્વ-અશુચિ ભાવના ઉપર ચઢતાં ચઢતાં કેવલજ્ઞાન થઈ ગયું.
વિરાધકભાવ સાથેની મોટી આરાધના પણ મોક્ષ અપાવવા અસમર્થ છે. માટે જ લક્ષ્મણા સાધ્વીનો, કુલવાલક મુનિનો અને અગ્નિશર્મા તાપસનો ઉગ્ર તપ નિષ્ફળ ગયો. દેહાધ્યાસ, આશાતના, તૃષ્ણા, વૈર, માયા વગેરે દઢ વિરાધકભાવ સાથેની ઉગ્ર પણ આરાધના આત્મામાં ભોગનું આકર્ષણ ખતમ કરી ન શકે. આ વાત ઉપરના ત્રણેય દૃષ્ટાંતથી નિર્વિવાદ સિદ્ધ થાય છે.
મજબૂત વિરાધકભાવ સાથેની મોટી આરાધનાથી બંધાયેલ પુણ્ય પણ જીવને સંસારમાં જ રખડપટ્ટી કરાવે છે. મમ્મણશેઠ, ગોદા માહિલ નિહ્નવ, કંડરીક મુનિ, વૈરિક તાપસ વગેરે ઉદાહરણ વિચારવાથી આ વાત સારી રીતે સમજી શકાય તેમ છે.
કાયાથી ત્યાગ હોય અને મનમાં ભોગનું અદમ્ય આકર્ષણ હોય તો ભોગના જ સંસ્કાર આત્મામાં ઊભા થાય છે, સંયમના ચીકણા અંતરાય બંધાય છે. પૂર્વભવની આવી ભૂલથી જ આર્દ્રકુમાર દીક્ષા લઈને પતિત થયા, જંબુસ્વામીના જીવે શિવકુમારના ભવમાં ૧૨ વર્ષ સુધી ઉગ્ર તપ કરવા છતાં સંયમ ન મેળવ્યું, કંડરિક પણ ઘર ભેગા થયા. જ્યારે કાયા ભોગમાં હોવા છતાં મનમાં ત્યાગનું
૩૪૬