________________
રહે તથા બીજી બાજુ લોકોને ટેન્શનથી મુક્ત રહેવાનો ધારદારશાનદાર-ચોટદાર-જોરદાર ઉપદેશ આપે તેવા વક્તાઓને જોઈને જ્ઞાનીઓ કરુણા જ વરસાવે ને !
પોતે છાપા-ચોપડી-પત્રિકાઓ ધરતી ઉપર રાખે, એઠા મોઢે બોલે, નવા-નવા ભપકાદાર સ્ટીકરો-પોસ્ટરો-પેટ્લેટ-પત્રિકાઓચોપાનીયાઓ-બેનરો છૂટથી છપાવે, ગામેગામ પૈસા ઉઘરાવીને અત્યલ્પ ઉપયોગી અને અલ્પજીવી ચોપડીઓ છપાવે જ રાખે, પુસ્તકો રખડતા મૂકે, જ્ઞાનીનો તિરસ્કાર-મશ્કરી-ઈર્ષ્યા કરે-કરાવે તથા બીજી બાજુ લોકોને જ્ઞાન-જ્ઞાનીની આશાતના ટાળવાનો ઉપદેશ આપે તેવા જીવો શાસ્ત્રકારોની દૃષ્ટિએ જાત સાથે છેતરપિંડી કરનારા છે.
સામે ચાલીને પોતે પરાવલંબી બને જ રાખે, સુખશીલતાને અલગ-અલગ પ્રકારે છૂટથી ભોગવે જ રાખે, ઓશિયાળું જીવન જીવે તથા બીજાને સ્વાવલંબી જીવન જીવવાની પ્રેરણા કરે તે કોને હાસ્યાસ્પદ-લજ્જાસ્પદ ન બને ? પોતાની એક પણ આરાધનાને કે શાસનપ્રભાવનાના કાર્યને પ્રગટ કર્યા વિના ન રહેનાર ઉપદેશકની ગુપ્તદાનની વાત કેટલા જીવો હૃદયથી સ્વીકારે ?
કહેવાનો મતલબ એ છે કે (૧) ‘મુખમેં રામ, બગલમેં છૂરી,’ (૨) પોથીમાંના રીંગણા', (૩) ‘હાથીના દાંત બતાવવાના જુદા અને ચાવવાના જુદા,’ (૪) ‘પોદ્દેશે પાંડિત્યું', (૫) ‘વચને રિદ્રતા' આવી ઉક્તિઓ પોતાના જીવનમાં ચરિતાર્થ ન બની જાય તેની સાવધાની પ્રત્યેક ઉપદેશકે રાખવી જોઈએ.
શાસન-પ્રભાવનાના નામે કેવળ જાતપ્રભાવના કરવાની, પ્રસિદ્ધિને મેળવવાની, વાહ-વાહને વળગવાની વિકૃતિ પોતાના જીવનમાં પાછલા દરવાજેથી ઘૂસી જતી નથી ને ? તેની કાળજી ભવભીરુ સંયમીમાં અવશ્ય હોય જ. જાતનું બગાડીને, ચૂંથીને તો પરોપકારનો ડોળ-દેખાવ કરતો નથી ને ? ‘દીવા નીચે અંધારું'
૩૨૦