________________
ફરીથી ૬ ગુણઠાણે આવી શકાય ? આની ત્રિરાશિ માંડીને હિસાબ ચોખ્ખો કરીએ તો ખ્યાલ આવે કે પોણા ત્રણ વર્ષ પછી જીવનમાં
ક્યારેય છઠ્ઠા ગુણઠાણે ચઢી ન જ શકાય. બાકીની જીંદગી નિશ્ચયનયથી સંસારીપર્યાય ગણાય. આપણા જીવનમાં જો હાર્દિક રીતે આ દૃષ્ટિ વણાઈ ગઈ હોય તો “૬ થી ૭મે ગુણઠાણે જવાનો અંતરંગ પુરુષાર્થ ન થાય તો વર્તમાન સંયમજીવનમાં શું હાલત થાય ?' તે સમજાવવું ન પડે. દેવનું આયુષ્ય ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમ કહેવાય. પરંતુ વ્યન્તર નિકાયના દેવનું ઉત્કૃષ્ટ આયુષ્ય તો માત્ર ૧ પલ્યોપમ જ છે. તેમ “કરોડ પૂર્વ (૭૦,પ૯૦૦000000000000000 વર્ષ !) આયુષ્ય હોય તે અવાર નવાર દથી પડે તો ઉત્કૃષ્ટથી ૯૦૦ વાર ફરીથી છકે ગુણઠાણે પહોંચી શકે –આવી વાત શાસ્ત્રકારો કરે છે. પણ ૧૦૦ વર્ષના આયુષ્યવાળા સંયમી વારંવાર છથી નીચે ઉતરે તો ૯૦૦ વાર ફરીથી છકે પહોંચી શકે કે તેના કરતાં ઓછી વાર ચઢી શકે ? તે બાબતનો નિર્ણય તો કેવલજ્ઞાની-અતીન્દ્રિયજ્ઞાની સિવાય વર્તમાનમાં કોણ કરી શકે ? ૧૦૦ વર્ષના આયુષ્યવાળા માટે ૯૦૦ ના બદલે ૨૦૦ વાર જ તેવું સૌભાગ્ય હોય તો? તેનો વિચાર કરતાં પણ ધ્રુજારી ઉપજે તેવું છે.
નિદ્રામાં પણ ૬થી ૭ મે અને ૭મેથી ૬ કે ગુણઠાણે સતત આવ-જાવ કરનારા, નીચે ન પડનારા સંયમીઓ હોય છે. કારણ કે સાતમે ગુણઠાણે રહેનારા જીવોની કાયમ ઓછામાં ઓછી બે અબજ સંખ્યા છે. એવું શાસ્ત્રકારો બતાવે છે. તેવા સંયમીઓની દિવસની સંયમચર્યા કેટલી જાગૃતિ રેલી અને પ્રબળ આત્મવિશુદ્ધિના બળવાળી હશે ? તેની કલ્પના કરતાં આંખમાં આનંદના આંસુ આવી જાય અને એવા સંયમીના ચરણોમાં મસ્તક ઝૂકી જાય તો જ નિર્મળ સંયમ-પરિણતિ સ્થિર બને. વૃદ્ધિગત બને, વિશુદ્ધ બને.
આ બધી વસ્તુસ્થિતિનો ખ્યાલ રાખીને જ ચરમ તીર્થાધિપતિ
८४