________________
‘સમય ગોયમ ! મા પમાયÇ' નો ઉપદેશ અવાર-નવાર ફરમાવતા હતા. આ વસ્તુસ્થિતિ નજર સામે હોય પછી ક્યારેય ‘હું જ શુદ્ધ સંયમી છું' એવો અહંકાર ખાનદાન સાધકના મનમાં પણ ન આવી શકે. માટે તો સૂરપુરંદર વિશુદ્ધસંયમી હરિભદ્રસૂરિજી મહારાજ પણ પોતાની જાતને સંવિગ્ન કહેવાના બદલે ‘સંવિગ્નપાક્ષિક' તરીકે પોતાનો ઉલ્લેખ કરે છે. ખરેખર શ્રીહેમચંદ્રસૂરિજી મહારાજની જેમ પોતાને મળેલ કલિકાલસર્વજ્ઞ બિરુદ તેમણે સાર્થક અને સફળ કર્યું એવું તેમની નમ્રતા જોતાં લાગ્યા વિના ન રહે. માનકષાયની વિરતિસ્વરૂપ નમ્રતા એ સમ્યક્ત્તાનનું અનિવાર્ય ફળ છે. અહંકાર એ જ્ઞાનનું અજીર્ણ છે.
અક્કડ પર્વત ઉપર પાણી ટકતું નથી ને પોચી માટી પાણીનો સંગ્રહ કર્યા વિના રહેતી નથી. અહંકારી ઉપર વરસતી ગુરુકૃપા કે જ્ઞાન તેમાં ટકતું નથી, પિરણત થતું નથી. જ્યારે નમ્રતા અને સરળતાને આત્મસાત્ કરનારને ગુરુકૃપા અને સમ્યજ્ઞાન મળ્યા વિના, ફળ્યા વિના રહે નહીં.
સંયમીની સેવા, સંયમચર્યા, સ્વાધ્યાય, સમર્પણભાવ, સરળતા, સૌમ્યતા, સહજતા, સહિષ્ણુતા, સાત્ત્વિકતા, સહાયકતા વગેરે સદ્ગુણોને કેળવવા પ્રયત્ન કરશો.
લખી રાખો ડાયરીમાં...
જે હોડીમાં બેઠા હોય તેમાં કાણું ન પડાય,
જે ગુરુને સ્વીકાર્યા હોય તેના પ્રત્યે દુર્ભાવ
ન કરાય.
સ્વપ્રશંસા ગમે તે અર્ધસત્ય બોલે, પૂર્ણ સત્ય પ્રાયઃ ન બોલે.
૮૫